Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઇજિપ્તમાં ગીઝા પિરામિડ પાસે જોરદાર વિસ્ફોટ : ૪ના મોત અનેક ઘાયલ

મૃતકોમાં ૩ વિયેતનામના પર્યટકો પણ સામેલ છે : જ્યારે ૧ ઇજિપ્તનો ટુર ગાઇટ હતો

નવી દિલ્હી તા. ૨૯ : વિશ્વભરમાં પ્રસિદ્ઘ એવા ઈજિપ્તના પર્યટક સ્થળ ગીઝા પિરામિડ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૪ લોકોના માર્યા ગયા હોવાની જાણકારી મળી છે. આ વિસ્ફોટમાં ૧૨ અન્ય લોકો પણ ઘાયલ થયા છે. મૃતકોમાં ૩ વિયેતનામના પર્યટકો પણ સામેલ છે. જયારે ૧ ઈજિપ્તનો ટુર ગાઈડ હતો.

આ વિસ્ફોટ ઈજિપ્તની રાજધાની કાહિરાના બહારના વિસ્તાર ગીઝા પિરામિડ પાસે વિદેશી પર્યટકોને લઈ જઈ રહેલી એક બસ પર બોમ્બ ફેકાયા બાદ થયો. એવું કહેવાય છે કે  વિદેશી પર્યટકો ભરેલી આ બસમાં ૧૭ મુસાફરો સવાર હતાં. હુમલાખોરોએ બસ પર દેશી બોમ્બ ફેંકયો હતો.

આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી પરંતુ આ અગાઉ પણ ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસ આવા અનેક હુમલાઓને અંજામ આપી ચૂકયું છે.(૨૧.૪)

(9:36 am IST)