Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

Jioની HAPPY NEW YEAR OFFER : ૩૯૯ના રિચાર્જ પર મેળવો ૧૦૦% કેશબેક

નવા વર્ષને ધ્યાનમાં રાખી જિયોએ પોતાના યૂઝર્સ માટે શાનદાર ઓફર લોન્ચ કરી છે

મુંબઇ તા. ૨૯ : જો તમે જિયો યૂઝર્સ છો તો આ સમાચાર આપના માટે કોઈ ખુશખબરથી ઓછા નથી. કંપનીએ નવા વર્ષને ધ્યાનમાં રાખીને પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે, જેમાં આપને ૩૯૯ રૂપિયના રિચાર્જ પર ૧૦૦ ટકા કેશબેક મળશે, આવો જાણીએ કેવી રીતે?

મૂળે, જિયોએ આ ઓફર માટે પોતાની ફેશન રિટેલ વેબસાઇટ AJIOની સાથે ભાગીદારી કરી છે. જો તમે AJIOથી શોપિંગ કરો છો તો આપને ૩૯૯ રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. જોકે, તેના માટે ઓછામાં ઓછી ૧૦૦૦ રૂપિયા સુધીની ખરીદી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, ઓફરનો લાભ ૨૮ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી જ લઈ શકાશે.

જો તમે જિયો ઓફરનો લાભ ઉઠાવવા માંગો છો તો આપને સૌથી પહેલા My Jio એપરમાં જવું પડશે. ત્યારબાદ આપને આપના નંબર પર ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ આપને ૩૯૯ રૂપિયાની એક કૂપન મળશે. કૂપન આપને My Jio એપના My Coupon સેકશનમાં દેખાશે, જેનો ઉપયોગ AJIOથી શોપિંગ કરતી વખતે કરી શકશો.

AJIO રિલાયન્સની ફેશન રિટેલ વેબસાઇટ છે, જેને કંપનીએ વર્ષ ૨૦૧૬માં લોન્ચ કરી હતી. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઓફરની ખાસ વાત એ છે કે જો AJIOથી કોઈ પણ ૧૦૦૦ રૂપિયોનો સામાન ખરીદે છે તો આપને તેના માટે માત્ર ૬૦૧ રૂપિયા જ આપવા પડશે. આ રીતે આપ જેટલા રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હશે, આપને તેટલા રૂપિયા પરત મળી ગયા તો થયું ને ૧૦૦% કેશબેક. (૨૧.૩)

(1:37 pm IST)