Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મહારાષ્ટ્ર: મેયર-ડે ,મેયરની ચૂંટણીમાં ભાજપ-એનસીપીએ મિલાવ્યો હાથ:સૌથી મોટી પાર્ટી શિવસેનાથી સત્તા આંચકી

અહમદનગરમાં ભાજપના 14 અને એનસીપીના 18 કાઉન્સિલર્સની મદદથી જીતી ચૂંટણી : શિવસેનાના 24 કાઉન્સિલરો હતા

 

મુંબઈ :મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી રહ્યાં છે એનસીપી-કોંગ્રેસની વચ્ચે કેટલીક સીટો છોડીને 40 સીટો પર સહમતી પણ બનાવી છે ત્યારે. એનસીપીએ અહમદનગરમાં ભાજપનો ટેકો મેળવ્યો છે મહારાષ્ટ્રના અહમદનગરમાં 14 કાઉન્સિલર્સવાળી ત્રીજા નંબરની પાર્ટી ભાજપે એનસીપીના 18 કાઉન્સિલર્સની મદદથી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી જીતી લીધી છે. 24 કાઉન્સિલર્સવાળી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સત્તાથી દૂર કરાઈ છે .

  અનસીપીના મેયર-ડેપ્યુટી મેયર ચૂંટણીમાં ભાજપની મદદ કરનાર દરેક 18 કાઉન્સિલર્સનું કારણ જણાવવા નોટિસ અપાઈ છે પરંતુ મોડી રાત સુધી આ એનસીપીએ કોઇ વ્હિપ જાહેર કર્યા નથી.ના ભાજપે તેમના કાઉન્સિલર્સને કોઇ વ્હિપ જાહેર કર્યા છે. માત્ર શિવસેનાએ તેમના કાઉન્સિલર્સને વ્હિપ જાહેર કર્યા હતા. જ્યારે 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ભાજપ ઉભરી હતી પરંતુ બહુમતથી દૂર રહી તો એનસીપીએ વગર માગે સમર્થન આપ્યું હતું. શિવસેનાની મદદ વગર રાજ્યમાં ભાજપની સત્તા બની હતી.

(12:00 am IST)