Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' વિવાદના કારણે હું પીછેહઠ નહીં ફરું : આ મારા જીવનનું બેસ્ટ પરફોર્મન્સ : અનુપમ ખેર

જેટલો વધારે વિરોધ કરશો તેલો જ આ ફિલ્મનો પ્રચાર વધારે થશે

મુંબઈ :અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને પોતાના જીવનનો શાનદાર અભિનય ગણાવ્યો છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આધારિત આ ફિલ્મના વધતા વિવાદના કારણે પીછે હઠ કરશે નહીં.

 આ ફિલ્મમાં પૂર્વ પીએમનો રોલ ભજવનાર અભિનેતાએ ફિલ્મ રિલીઝ રોકવાની મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસની ધમકી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસે ખુશ થવું જોઈએ કે તેમના નેતા ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મ 2004થી 2008 સુધી મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુના પુસ્તક ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરપર આધારિત છે. ફિલ્મના ટ્રેલર પર કોંગ્રેસે સખત પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી

અનુપમ ખેરે કહ્યું હતું કે કોંગ્રેસે ખુશ થવું જોઈએ કે તેમના નેતા ઉપર ફિલ્મ બની છે. તેમણે તો ફિલ્મ જોવા માટે ભીડ લાવવી જોઈએ, કારણ કે તેમાં શું હું દેશ વેચી દઈશજેવો ડાયલોગ છે.જે દર્શાવે છે કે મનમોહન સિંહ કેટલા મહાન છે. જેટલો વધારે વિરોધ કરશો તેટલો જ આ ફિલ્મનો પ્રચાર વધારે થશે. આ પુસ્તક 2014થી બધાની વચ્ચે છે પણ ત્યારે કોઈએ વિરોધ કર્યો ન હતો. આ ફિલ્મ તેના ઉપર આધારિત છે.

 અનુપમ ખેરે કહ્યું હતું કે મેં રાહુલ ગાંધીનું ટ્વિટ વાંચ્યું હતું, જેમાં તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રાની વાત કરી હતી. તેથી હું વિચાર છું કે તેમણે એ લોકોને સમજાવા જોઈએ કે તે ખોટું કરી રહ્યા છે

(12:00 am IST)