Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રશિયાએ તાકાત બતાવી : હાઇપર સોનિક ગ્લાઇડ વ્હિકલનું કર્યું સફળ પરિક્ષણ : વિશ્વ સ્તબ્ધ

આ વેપન 100થી 200 વર્ષ સુધી રશિયાની સુરક્ષા કરવા માટે સક્ષમ: પોસેડોન ન્યૂક્લિયર-કેપેબલ સ્ટ્રેટેજિક ડ્રોન અંડરવોરટર પરિક્ષણ કર્યું

 મોસ્કો :દુનિયાના દેશો પોતાની સૈન્ય શક્તિ વધારવા જાણે હરિફાઇમાં ઉતર્યા છે મહાસત્તા ગણાતા દેશોમાં વધુ અને લેટેસ્ટ ટેક્નોલોજી ધરાવતા હથિયારો વિક્સાવી રહ્યાં છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અચાનક દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે રશિયાએ હાઇપર સોનિક ગ્લાઇડ વ્હિકલનું સફળ પરિક્ષણ કર્યું હતું

   મળતી વિગત પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નવા હાઇપર સોનિક ગ્લાઇડ વ્હિકલનું ટેસ્ટિંગ કર્યુ હતું. પુતિને નવા હથિયાર અંગે જણાવતા કહ્યું કે દુનિયાભરમાં આ હથિયારોનો સામનો કરી શકે તેવું અત્યાર સુધી કોઇ હથિયાર નથી, આ વેપન 100થી 200 વર્ષ સુધી રશિયાની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. પુનિતે કહ્યું કે, આ મિસાઇલનું સફળ પરિક્ષણ રશિયા માટે ન્યૂયર ગિફ્ટ છે. આ સિવાય રશિયાએ પોસેડોન ન્યૂક્લિયર-કેપેબલ સ્ટ્રેટેજિક ડ્રોન અંડરવોરટર પરિક્ષણ કર્યુ છે.
   એવાન્ગાર્ડ રશિયાના નવા પરમાણુ હથિયારોમાંથી એક છે જેનો ઉલ્લેખ પુતિને માર્ચ મહિનામાં કર્યો હતો. નેશન સ્પીચમાં પુતિને કહ્યું હતું કે, રશિયાએ અમેરિકાની મિસાઇલ સિસ્ટમનો જવાબ આપી શકે તેવા હાઇપર સોનિક પરમાણુ શસ્ત્રો ડેવલપ કરવા જ પડશે. કારણ કે, હાલમાં અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ રશિયાની ન્યૂક્લિયર શસ્ત્રોને પહોંચી શકે તેવી સક્ષમ છે

  ક્રેમલિન અનુસાર, એવાન્ગાર્ડે સફળતાપૂર્વક નક્કી કરાયેલા કામચત્કામાં આવેલા ક્યૂરા ટાર્ગેટ પર પ્રહાર કર્યો હતો. ક્યૂરા ડોમ્બોસ્કીથી 3,700 માઇલ (5,954 કિમી)ના અંતરે આવેલું છે. પુતિને કહ્યું કે, એવાન્ગાર્ડ એક અભેદ્ય મિસાઇલ સિસ્ટમ છે જેનો વિશ્વની કોઇ પણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સામનો કરવા માટે સક્ષમ નથી. આ નવી મિસાઇલ સિસ્ટમનો નવા વર્ષની શરૂઆતથી મિલિટરીના સ્ટ્રેટેજિક મિસાઇલ ફોર્સમાં ઉમેરો કરવામાં આવશે.

  'વર્ષ 2019થી રશિયાની મિલિટરીમાં નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્ટ્રેટેજિક સિસ્ટમ એવાન્ગાર્ડ હશે, આ રશિયાની આર્મી માટે યાદગાર ક્ષણ છે. રશિયા પાસે હવે એડવાન્સ સ્ટ્રેટેજિક વેપન્સ છે.' માર્ચ મહિનામાં એવાન્ગાર્ડના પ્રેઝન્ટેશન સમયે પુતિને કહ્યું હતું કે, નવી સિસ્ટમ ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ ધરાવે છે અને તે કોઇ પણ હવામાનમાં અવાજની ગતિ કરતા પણ 20 ગણી ઝડપે પ્રહાર કરવા સક્ષમ છે

(12:00 am IST)