Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પુણેના એક વ્યક્તિએ એલિયન જોયાનો કર્યો દાવો : પીએમઓને મોકલ્યો ઈમેલ :તપાસની કરી માંગણી

પુણેમાં એક વ્યક્તિએ પોતે એલિયન જોયો છે તેવો દાવો કર્યો છે. માત્ર દાવો જ નહી તેણે વડાપ્રધાનના કાર્યાલયને આ મામલે ઈમેઈલ પણ કર્યો છે.

પોલીસે આ વ્યક્તિને શોધી લીધો અને તેમની સામે ચોંકાવનારી વાત સામે આવી છે.

 તેણે પીએમઓને એક મેઈલ કર્યો છે. જેમાં પોતે ઘરની બહાર એલિયન જેવી વસ્તુ જોઈ છે તેવો દાવો કર્યો છે અને તેની તપાસની માંગ કરી હતી.

PMOને આ પ્રકારની મેઈલ મળતા તેમણે આ મામલો મહારાષ્ટ્રની પોલીસને મોકલ્યો જેમણે પુણેની પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે તપાસ ચાલુ કરી દીધી હતી. કોથરૂડ વિસ્તારમાં વસનાર ૪૭ વર્ષીય વ્યક્તિએ પીએમઓને મેઈલ કર્યો છે. આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી માનસિક રૂપે અસ્વસ્થ છે. હેરાન કરવાવાળી વાત તો એ છે કે આ વ્યક્તિના પરિવારના કોઈ સદસ્યને પણ નથી ખબર કે તેમણે પીએમઓને પોતે એલિયન જોયો છે તે મામલે કોઈ પત્ર લખ્યો છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિનું થોડા સમય પહેલા બ્રેઈન હેમરેજ થયું હતું ત્યારબાદ તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. થોડા સમય પહેલા તેમણે પોતાની બારીની બહાર કોઈ પ્રકાશ જોયો અને ત્યારબાદ તેમને લાગ્યું કે તે એલિયનમાંથી પ્રકાશ આવી રહ્યો છે. તેમને લાગ્યું કે એલિયન ઓબ્જેક્ટ પૃથ્વી વિશે જરૂરી જાણકારી તેના પ્લાનેટ પર મોકલી રહ્યો છે. ત્યારબાદ તેણે પીએમઓને આ મામલે તપાસ કરે તે માટે મેઈલ કરી દીધો હતો.પોલીસ પણ આવું સાંભળીને ચોંકી ગઈ હતી.

(8:50 am IST)