Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ન્યુયોર્ક સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ : અમેરિકાના ન્યુયોર્કમાં વસતા સાઉથ એશિયન વ્યવસાયિકોના ધંધાના વિકાસ માટે તેમના પ્રશ્નો હલ કરવા તથા માર્ગદર્શન આપવા કાર્યરત ઓર્ગેનાઇઝેશન : હિકસવિલ્લે મુકામે બિઝનેશ નેટવર્કીગ પ્રોગ્રામનું લોંચીગ કરાયુ

અમેરિકાના ન્યુયોર્કમાં સાઉથ એશીયન વ્યવસાયિકો, ગવર્નમેન્ટ એજન્સીઝ, તેમજ લોકલ ઓર્ગેનાઇઝેશન વચ્ચે સાંકળ રૂપ કામગીરી સાથે આ વ્યવસાયિકોનો ધંધાના વિકાસ માટે તેઓના પ્રશ્ન હલલ કરવા તેમજ ટેકનીકલ અને એજયુકેશ્નલ  માર્ગદર્શન આપવા માટે કાર્યરત ન્યુયોર્ક સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ  ના બિઝનેશ નેટવર્કીગને  લગતા માસિક પ્રોગ્રામનું  તાજેતરમાં લોંચીગ કરાયું છે. જેમાં ૧ર૦ ઉપરાંત વ્યાવસાયિકો તેમજ સરકારી અધિકારીઓએ હાજરી આપી હતી.

         હિકસ વિલ્લે મુકામે યોજાયેલા આ લોંચીગ પ્રોગ્રામમાં  ઓસ્ટર ટાઉન બે એરીયાના ડેપ્યુટી સુપરવાઇઝર તથા ડેપ્યુટી કમીશ્નર ઓફ પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ એ હાજર રહી વ્યાવસાયિકોને તમામ પ્રકારે મદદ રૂપ થવાની ખાત્રી આપી હતી.

         આ તકે ચેમ્બરના પ્રેસિડન્ટ શ્રી દિલીપ ચૌહાણએ વ્યવસાયમાં નેટ વર્કીગના મહત્વ વિશે પ્રકાશ પાડયો હતો.  તથા વ્યાવસાયિકોના પ્રશ્નો હલ કરવા માટે ચેમ્બર સતત સરકારી  તંત્રના સંપર્કમા હોવાનું જણાવ્યું હતુ. તેમજ આ ચેમ્બરના મેમ્બર્સને પણ પરસ્પર જોડવાનું કામ થઇ રહ્યું હોવાનું જણાવ્યુ હતુ. ચેરમેનશ્રી  શાહ શહિનએ પણ ચેમ્બર સતત તેના મેમ્બર્સ સાથે હોવાનું જણાવ્યું હતુ. વિશેષ માહિતી માટે ચેમ્બરની વેબસાઇટ www.nysacoc.org. દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ હતુ. તેવું શ્રી રોઝ ન્યૂયોર્કની યાદી જણાવે છે.

 

(9:48 pm IST)