Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નવા વર્ષમાં બજારનો મૂડ ખરાબ રહી શકે : પરિબળો ઉપર નજર

જાન્યુઆરી માટે રોલ ઓવર ડેટામાં અભ્યાસ બાદ દાવો કરાયો : ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટના ખુબ જ મંદીના સોદા જાન્યુઆરી સિરિઝમાં રોલ ઓવર થયા છે : વૈશ્વિક ઘટનાક્રમોની અસર પણ શેરબજારમાં દેખાશે

મુંબઇ,તા. ૨૮ : શેરબજારમાં ન્યુ યર પર શેરબજારની હાલત કફોડી રહી શકે છે. જાન્યુઆરી માટે રોલઓવર ડેટાને નિહાળ્યા બાદ લાગે છે કે નવા વર્ષમાં શેરૉબજારની શરૂઆત નબળી રહી શકે છે. કારોબારીઓ દ્વારા ડિસેમ્બર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટના ખુબ મંદીના સોદા જાન્યુઆરી સિરિઝમાં રોલઓવર કર્યા છે. ડિસેમ્બર મહિનામાં ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે ભારતીય શેરબજારમાં દબાણની સ્થિતી રહી છે. બજાર સાથે જોડાયેલા નિ।જાણકાર નિષ્ણાંતોએ કહ્યુ છે કે જાન્યુઆરીમાં ભારતીય બજારની ચાલ ડિસેમ્બર ત્રિમાસિક કંપનીઓના પરિણામ અને વૈશ્વિક બજારથી નક્કી થઇ શકે છે. નિફ્ટી ફ્યુચર્સ રોલઓવર આંકડો ૭૪ ટકા રહ્યો છે. જે છેલ્લી ત્રણ સિરિઝના ૬૮ ટકાના આંકડા કરતા વધારે છે. માર્કેટવાઇડ રોલઓવર ૮૧ ટકાની સાથે છેલ્લી ત્રણ એક્સપાયરી જેવી સ્થિતી રહી છે. માર્કેટવાઇડ ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટ ગુરૂવારના દિવસે એક્સપાયરીના દિવસે ૧.૨૮ લાખ કરોડ રૂપિયા રહેતા તેની ચર્ચા જોવા મળી રહી છે. જે  છેલ્લી સિરિઝની શરૂઆતંમાં ૧.૨૯ લાખ કરોડ રૂપિયાની સાથે રહેતા કારોબારીમાં સંતોષની લાગણી છે. ડિસેમ્બર સિરિમાં એનએસઇના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં ૦.૭ ટકાનો ઘટાડો થયો છે. આ સપ્તાહની શરૂઆતમાં રોલઓવર કોસ્ટ ૦.૪૦ ટકાથી ૦.૪૫ ટકાની આસપાસ હતી. જે એક્સપાયરીના દિવસે ઘટીને ૦.૨૫ ટકા થઇ ગઇ હતી. રોલઓવર કોસ્ટ ઓચી છે અને મંદીના સોદા હજુ પણ પડી રહ્યા છે. ખુબ ઓછા લોકો એવા છે જે લોન્ગ પોઝિશન સોદા કરી રહ્યા છે. આઇટી, ટુ વ્હીલર્સ કંપનીઓ અને મેટલના શેરમાં મંદીના સોદા વધારે જાન્યુઆરીમાં રોલઓવર કરવામાં આવ્યા છે. ડિસેમ્બર સિરિઝમાં બુલ અને બિયર વચ્ચે જોરદાર ટક્કર રહી છે. ત્રણ રાજ્યોમાં હાર છતાં ડિસેમ્બરના મધ્યમાં શેરબજારમાં મજબૂતી રહી છે. ભાજપના પ્રદર્શન આ ચૂંટણીમાં અંદાજ કરતા યોગ્ય રહેતા બજારને અસર થઇ નથી. હકીકતમાં શાસન વિરોધી પરિબળોની જોરદાર લહેર હતી છતાં ભાજપે ખુબ સારો દેખાવ કર્યો હતો. અંદાજ કરતા વધુ સારો દેખાવ રહ્યો હતો. ખુબ નજીકના અંતરથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની હાર થઇ હતી. આવી સ્થિતિમાં પાર્ટીને નિરાશ થવાની જરૂર દેખાઈ નથી. અલબત્ત તેની સત્તા હાથમાં ગઈ છે પરંતુ ભાજપથી મતદારો નાખુશ હોવાના કોઇ સંકેત મળ્યા નથી. રિઝર્વ બેંકના નવા ગવર્નરની નિમણૂંક પણ બજારને સુધારવામાં ઉપયોગી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નર તરીકે એકાએક રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ હાલમાં જ શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવી હતી. આ મહિનાના છેલ્લા તબક્કામાં અમેરિકામાં ફેડરલ રિઝર્વ પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહારની અસર પણ રહી છે. જાન્યુઆરી સિરિઝમાં સૌથી વધારે નિફ્ટી પુટ ઓપ્શન ૧૦૫૦૦ના સ્ટ્રાઇક ઉપર થયા છે.

(12:00 am IST)