Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઉત્તરપ્રદેશમાં દરેક સીટો ભાજપની યોજના તૈયાર

ભાજપ અને સંઘે તમામ તાકાત પહેલાથી જ લગાવી : દરેક ૮૦ સીટો પર નેતાઓ અને કાર્યકરોને તૈનાત કરાશે ઝડફિયાની પ્રભારી તરીકે પસંદગી વ્યૂહરચનાનો હિસ્સો

નવી દિલ્હી,તા. ૨૮ : ઉત્તરપ્રદેશની તમામ ૮૦ લોકસભા સીટો પર જીત મેળવી લેવાના ઇરાદા સાથે ભાજપે આક્રમક યોજના તૈયાર કરી લીધી છે. આના ભાગરૂપે ખાસ તૈયારી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. કેન્દ્રમાં સરકાર કોની રહેશે તે બાબત નક્કી કરવામાં ઉત્તરપ્રદેશની રહેલી ૮૦ સીટોની  નિર્ણાયક ભૂમિકા રહે છે. આ જ કારણસર ભાજપ અને સંઘે વર્ષ ૨૦૧૪ વાળા કરિશ્માનુ પુનરાવર્તન કરવા માટે તૈયારી કરી  છે. છેલ્લા ત્રણ મહિનામાં એક યોજના તૈયાર કરવામાં આવી છે. યોજનાના બાગરૂપે દરેક ૮૦ સીટ પર નેતાઓ અને કેડરની ગોઠવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાની નિમણૂંક આના હિસ્સાના ભાગરૂપે છે. પાર્ટીની રણનિતી છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપને મજબતી આપી શકે તેવા કાર્યકરો ગોઠવી દેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહથી નારાજ રહેલા નેતાઓને પણ મનાવી લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં અન્ય કોઇ પણ રાજ્ય કરતા વધારે સીટો છે. અહીં લોકસભાની ૮૦ સીટ છે. વર્ષ ૨૦૧૪માં ભાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૭૩ સીટો જીતી લેવામાં આવી હતી. નુકસાનને ટાળવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. વિહિપ અને સંઘના લોકો જમીની સ્તર પર પણ સક્રિય થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં જે ૭૧ સીટ પર ભાજપની જીત થઇ હતી ત્યાં સંઘના પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી ચુકી છે. તમામ તાકાત લગાવી દેવામાં આવી છે.  ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની નિમણૂંક પણ વ્યૂહરચનાના ભાગરુપે જ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તરપ્રદેશ ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પ્રભારી સામાજિક સાંસદમાં પ્રદર્શન અને તેમની જીતવાની તકોને લઇને શક્યતા ચકાસી રહ્યા છે. ફિડબેક પણ મેળવી રહ્યા છે. ફિડબેકના આધાર ઉપર જ આ સીટો ઉપર કોને ટિકિટ આપવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે. સંઘના સંયુક્ત મહાસચિવ કૃષ્ણગોપાલે ઉત્તરપ્રદેશની રાજકીય ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. તેમની કોઇપણ ટિપ્પણી પાર્ટી માટે ઉપયોગી રહેશે. મોદી ભલે ઉત્તરપ્રદેશમાં હજુ પણ ખુબ લોકપ્રિય છે પરંતુ પાર્ટી કોઇ તક લેવા માંગતી નથી. આનો અંદાજો વારાણસીમાં ગોઠવી દેવામાં આવેલા ભાજપ નેતાઓની સંખ્યાથી લગાવી શકાય છે. ગુજરાતના નવસારીમાંથી ભાજપના સાંસદ સીઆર પાટિલ મોટાભાગનો સમય વારાણસીમાં પ્રોજેક્ટની પ્રગતિમાં જ ગાળી રહ્યા છે. ગાઝીપુરમાંથી સાંસદ અને કેન્દ્રીયમંત્રી મનોજ સિંહા પણ ઉત્તરપ્રદેશમાં સક્રિય થઇ ગયા છે. ઝડફિયા પોતે પણ ૨૦૧૪માં વારાણસીમાં કામ કરી ચુક્યા છે. ખેડૂતો અને પછાત જાતિઓમાં તેમની બોલબાલા રહેલી છે. દલિત મતદારોને પ્રભાવિત કરવાની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી છે. મહેન્દ્રનાથ પાંડે અને નરોત્તમ મિશ્રાનો ઉપયોગ બુંદેલખંડમાં કરાશે.

(12:00 am IST)