Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ચેનલની પસંદગી માટે ટ્રાઇ દ્વારા વધારે મહેતલ અપાઈ

ગ્રાહકોને ૩૧મી જાન્યુઆરી સુધીનો સમય આપ્યો : ગ્રાહકો ૩૧ જાન્યુઆરી સુધી ચેનલોની પસંદગી કરી શકશે

નવી દિલ્હી, તા. ૨૮ : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ થોડાક સમય પહેલા જ નવા ટેબલ ટીવીમાં નવા ટેરિફ સિસ્ટમ લાગૂ કરવાના આદેશ કર્યા હતા. ટ્રાઇએ તમામ મલ્ટીસર્વિસ ઓપરેટરો અને લોકલ કેબલ ઓપરેટરોને ૨૯મી ડિસેમ્બરથી નવા ટેરિફ સિસ્ટમ લાગૂ કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ હવે ટ્રાઇએ આ સમય મર્યાદાને વધારી દીધી છે. હવે ટ્રાઇએ કહ્યું છે કે, ગ્રાહકો ૩૧મી જાન્યુઆરી સુધી પોતાની પસંદગીની ચેનલની પસંદગી કરી શકે છે. ટ્રાઇના સચિવ એસકે ગુપ્તાએ વાતચીતમાં કહ્યું છે કે, અમે બ્રોડકાસ્ટર, ડીટીએચ ઓપરેટરો અને એમએસઓ સાથે બેઠક યોજી છે. તમામે નવા નિયમો લાગૂ કરવાને લઇને ઉત્સુકતા દર્શાવી છે. અલબત એવી અપીલ કરવામાં આવી છે કે, ગ્રાહકોને થોડાક સમય આપવામાં આવે તે જરૂરી છે. તમામે કોઇને તકલીફ ન પડે તે હેતુસર હિલચાલ હાથ ધરી છે. લોકો પોતાની પસંદગીની ચેનલ માટે જ પૈસા ચુકવે તેવી હિલચાલ ચાલી રહી છે. નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને ચેનલની પસંદગી કરવાની છુટ રહેશે અને એવી જ ચેનલો માટે પૈસા ચુકવશે જેને તેઓ જોવા માંગે છે. ટ્રાઇ મુજબ ઇલેક્ટ્રોનિક્સ પ્રોગ્રામ ગાઈડ મારફતે ટીવી સ્ક્રીન ઉપર દરેક ચેનલ માટે એમઆરપી લખેલા હશે. ડિસ્ટ્રીબ્યુટર બ્રોડકાસ્ટર તરફથી નક્કી કરવામાં આવેલી કિંમત કરતા વધારે કિંમત લઇ શકશે નહીં. નેટવર્ક કેપેસિટીથીના રુટમાં ગ્રાહકોને દર મહિને ૧૦૦ ચેનલ માટે મહત્તમ ૧૩૦ રૂપિયા ચુકવવાના રહેશે. જો તમે ૧૦૦થી વધારે ચેનલ નિહાળી રહ્યા છો તો આગામી ૨૫ ચેનલો માટે ૨૦ રૂપિયા વધારે આપવાના રહેશે. આ ઉપરાંત જે ૧૩ ચેનલની પસંદગી કરાશે તેના માટે અલગ કિંમતો જોડવામાં આવશે. ચેનલની પ્રાઇઝ રેંજ એક રૂપિયાથી ૧૯ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે.  થોડાક દિવસ પહેલા જ ટ્રાઇએ કહ્યં હતું કે, ૨૯મી ડિસેમ્બરથી ટીવી બ્લેકઆઉટ થશે નહીં.

(8:48 am IST)