Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન (GOPIO) : અમેરિકાના કનેક્ટીકટ ચેપટરના ઉપક્રમે 14 ડિસે 2018 ના રોજ વાર્ષિક હોલીડે પાર્ટીનું આયોજન કરાયું : 2019 ની સાલ માટેના હોદેદારોની ઘોષણા કરાઈ

કનેક્ટીકટ : ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન (GOPIO) ના ઉપક્રમે 14 ડિસે 2018 ના રોજ  વાર્ષિક હોલીડે પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં  2019 ની સાલ માટેના ઇલેકટેડ હોદ્દેદારોના નામની ઘોષણા કરાઈ હતી.

નવા હોદેદારોમાં ટ્રેઝરર તરીકે શ્રી વીરેન્દ્ર શર્મા,જોઈન્ટ સેક્રેટરી તરીકે સુશ્રી ગાયત્રી મહેશ,વાઇસ પ્રેસિડન્ટ તરીકે સુશ્રી ભાવના જુનેજા,પ્રેસિડન્ટ તરીકે સુશ્રી અનિતા ભટ્ટ,તથા એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી સંતોષ ગન્નુ ના નામોની ઘોષણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ટ્રસ્ટીઓ શ્રી શ્રીનિવાસ અકારપૂ,સુશ્રી નીલમ નારંગ,શ્રી સંજય સંથાનામ,ડો.થોમસ અબ્રાહમ,તેમજ એસેમ્બલીમેન મેટ બ્લૂમેન્થલ હાજર રહ્યા હતા.

(7:27 pm IST)