Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રાષ્ટ્રીયકૃત બેંકોના જંગી NPA માટે 6049 ઓફિસરો જવાબદાર : નોકરીમાંથી પાણીચું,ફરજીયાત નિવૃત્તિ સહિતના પગલાં લેવાયા : જરૂરી કેસોમાં પોલીસ કમ્પ્લેઇન ,CBI ઈન્કવાયરી,સહિતના આદેશો કરાયા છે : પંજાબ નેશનલ બેન્ક,કેનેરા બેન્ક સહિત 19 રાષ્ટ્રીયકૃત બેન્કોએ પ્રથમ 6 માસમાં જ અધધ.. .21388 કરોડની ખોટ નોંધાવી : લોકસભામાં માહિતી આપતા ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી

ન્યુદિલ્હી : 2017 થી 2018 ની સાલ દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકોમાં જંગી NPA માટે તપાસ સમિતિએ 6049 અધિકારીઓને જવાબદાર ગણ્યા છે.જેઓને માઇનોર તથા મેજર શિક્ષાઓ કરવામાં આવી છે.જેમાં ફરજીયાત નિવૃત્તિ,નોકરીમાંથી ડિસમિસ કરવા સહિતના કડક પગલાંઓનો સમાવેશ થાય છે. તેવું આજરોજ લોકસભામાં માહિતી આપતા ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ જણાવ્યું છે.ઉપરાંત રકમને ધ્યાને લઇ જરૂરી કેસોમાં પોલીસ કમ્પ્લેઇન,તેમજ સી.બી.આઇ ઈન્કવાયરી સહિતના પગલાં લેવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે પંજાબ નેશનલ બેન્ક,કેનેરા બેન્ક સહિત 19 રાષ્ટ્રીયકૃત બેન્કોએ પ્રથમ 6 માસમાં અધધ.. .21388 કરોડની ખોટ નોંધાવી છે.જે ગયા વર્ષના પ્રથમ 6 માસમાં 6861 કરોડ હતી.જોકે બેન્કોએ પ્રથમ 6 માસમાં 60713 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક રિકવરી પણ કરી છે.

(12:00 am IST)