Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

8445 ભારતીય નાગરિકો વિદેશોની જેલમાં : પાકિસ્તાનમાં 549,નેપાળમાં 1065,તથા સાઉદી અરેબિયામાં 2224 ભારતીયો કેદ ભોગવી રહ્યા છે : રાજ્યસભામાં વિદેશ મંત્રાલયએ આપેલી માહિતી

ન્યુ દિલ્હી : રાજ્યસભામાં આજરોજ એક લેખિત માહિતીમાં રાજ્યકક્ષાના વિદેશ મંત્રીશ્રી વી.કે.સિંઘએ જણાવ્યું હતું કે કુલ 8445 ભારતીય નાગરિકો જુદા જુદા કારણોસર વિદેશોની જેલમાં છે.જે મુજબ પાકિસ્તાનમાં 549,નેપાળમાં 1065,તથા સાઉદી અરેબિયામાં 2224 ભારતીયો કેદ છે.ઉપરાંત મલેશિયામાં 497,કુવૈતમાં 483,તથા સંયુક્ત આરબ અમિરાતમાં1606 ભારતીયો કેદ ભોગવી રહ્યા છે.જોકે સંખ્યામાં અવારનવાર વધઘટ થતી રહે છે.એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 482 માછીમારોને પાકિસ્તાને હિરાસતમાં લઇ લીધા હોવાનું જાણવા મળ્યું છે.જોકે પાકિસ્તાને માછીમારોની સંખ્યા 391 હોવાનું જણાવ્યું છે.

(12:00 am IST)