Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કુંભ મેળા માટે પ્રયાગરાજમાં અનેક ફેરફારઃ રંગબેરંગી રોશનીનો ઝગમગાટ

કુંભ 2019ની તૈયારીઓમાં યોગી સરકારે પ્રયાગરાજમાં એવા ખાસ ફેરફાર કર્યા છે, જે આજ પહેલા ક્યારેય જોવા નથી મળ્યા. યોગી સરકારે પહેલા અલાહાબાદનું નામ બદલીને પ્રયાગ રાજ કર્યું તો તેમની ઘણી નિંદા થઈ, પરંતુ કુંભના મહાપર્વના ઠીક પહેલા સમગ્ર શહેરની રંગીને એવી રીતે સજાવી દેવામાં આવ્યું કે હવે એકદમ નવું શહેર લાગે છે.

સ્થાનિકો પણ પોતાનું શહેર જોઈ ચોંકી ગયા

શહેરભરમાં ક્યાંક ફૂટપાથ બનાવાઈ રહી છે, તો ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટ લગાવાઈ રહી છે. આ ઉપરાંત રસ્તાની વચ્ચે છોડ લગાવીને શહેરને સજાવાઈ રહ્યું છે. આ કામમાં લાગેલા કર્મચારીઓ માને છે કે કુંભ માટે આવી તૈયારી તેમણે પહેલા ક્યારેય નથી જોઈ. આ કર્મચારીઓનું કહેવું છે કે આવનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને હરિયાળી અને સુંદરતા જોવાની તક મળશે.

દિવાલો પર ભારતીય પરંપરાના ચિત્રો

પ્રયાગરાજની સુંદરતા વધારવા માટે દિવાલોને રંગીન કરાવાઈ રહી છે. ભારતના અલગ અલગ ભાગોથી આવેલા કલાકાર દિવાલો પર ભારતીય સભ્યતા અને પરંપરાની અલગ અલગ ચિત્રો બનાવી રહ્યા છે.

(12:00 am IST)