Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

આઈફોનના ટોચના ચિપ એન્જીનીયર જ્હોન બ્રુનો ગૂગલમાં જોડાયા

નવી દિલ્હી ;આઇફોનના ટોચના ચિપ એન્જિનિયર જ્હોન બ્રુનોને ગૂગલે નોકરીએ રાખી લીધા છે જાણવા મળતી વિગતો મુજબ જ્હોન એપલમાં સિલિકોન એનાલિસિસ ગ્રૂપ ચલાવતાં હતા. તેઓ 2012થી આઇફોન સીરિઝની ચિપ પર કામ કરતાં હતા. ન્યૂઝ એજન્સી IANS અનુસાર,ગૂગલે નેક્સ્ટ જનરેશન પિક્સલ ફોન માટે પોતાની ચિપસેટ ડિઝાઇન કરવા માટે ભરતી કરી છે.
લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ  બ્રુનોએ ગ્રાફિક્સ બનાવવાના કામથી શરૂઆત કરી અને એપલમાં જોડાતાં પહેલા AMDમાં તે ચિપ મેન્યુફેક્ચરિંગમાં ચીફ એન્જિનિયર હતા.ગૂગલ હાલમાં પિક્સલ 2 સ્માર્ટફોનમાં 'પિક્સલ વિઝ્યુઅલ કોર' ચિપનો ઉપયોગ કરી રહ્યું છે.

(11:53 pm IST)