Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

દેશભક્તિ બતાવો અને 1 લાખનું ઇનામ જીતો

દેશભાવના જગાડવા રક્ષામંત્રાલયની અનોખી પહેલ :વીરતા પુરષ્કાર પર ઓનલાઇન કવિઝનું આયોજન

નવી દિલ્હી દેશના યુવાઓ અને જનતામાં દેશભાવના જગાડવા રક્ષામંત્રાલય દ્વારા અનોખી પહેલ કરાઇ છે રક્ષામંત્રાલય દ્વારા વીરતા પુરસ્કાર પર એક ઓનલાઇન ક્વિઝ હરિફાઇનું આયોજન કરાયું છે જેમાં જેમાં દેશભક્તિ બતાવીને 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકાય છે તા;1 થી 10 જાન્યુઆરી સુધી ચાલનારી આ ક્વિઝમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નો ઓનલાઇન પોર્ટલ www.gallantryawards.gov.in પર વીરતા પુરસ્કાર અને પુરસ્કાર વિજેતાઓના સંબંધિત હશે. આ પોર્ટલને 15 ઓગસ્ટ 2017ના રોજ લોન્ચ કરાયું હતું 

    આ ક્વિઝનું બે તબક્કામાં આયોજન કરાયું છે પહેલા તબક્કામાં 18 વર્ષથી ઓછી ઉંમરના અને બીજામાં 18 વર્ષ અને એનાથી વધારે ઉંમરના લોકો ભાગ લઇ શકે છે. વીરતા પુરસ્કારો પર ઓનલાઇન ક્વિઝનું આયોજન quiz.mygov.in પર 1 થી 10 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.જેમાં લોકો પોતાની સુવિધા મુજબ હિંદી અને અંગ્રેજી કોઇપણ ભાષામાં ભાગ લઇ શકે છે હરિફાઇમા MyGov.in પર જઇને હરિફાઇમાં ભાગ લઇ શકાય છે 
  પ્રત્યેક તબક્કામાં પાંચ પુરસ્કાર હશે.જેમાંથી 2 સાંત્વના પુરસ્કાર હશે. ક્વિઝના વિજેતાને બે તબક્કામાં ટ્રોફીની સાથે રોકડ પુરસ્કારથી સમ્માનિત કરાશે  પ્રથમ પુરસ્કાર વિજેતાને 1 લાખ રૂપિયા, બીજા સ્થાને આવનારને 75000 રૂપિયા, ત્રીજા સ્થાન પર રહેનારને 50 હજાર અને બે સાંત્વના પુરસ્કાર વિજેતાઓને 15000નું રોકડ ઇનામ આપવામાં આવશે. 
આ ક્વિઝના વિજેતાઓને 26 જાન્યુઆરી 2018 દરમિયાન સમ્માનિત કરવામાં આવશે.એમને 26 જાન્યુઆરીના રોજ પરેડ અને 28 જાન્યુઆરીએ બેટિંગ રિટ્રીટ દેખવા માટે આમંત્રિત પણ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીથી બહારના વિજેતાઓને રહેવા અને આવન જાવન માટેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.

(10:08 pm IST)