Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મેઘાલય વિધાનસભામાંથી કોંગ્રેસના 5 સહિત 8 વિધાયકોએ રાજીનામું ફગાવ્યું : એનડીએમાં જોડાશે

મેઘાલય : મેઘાલયમાં  8 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું, જેમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. રાજીનામું ફ્ગાવવાવાળા વિધાયકોમાં શામેલ એવા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રોવેલ લીંગદોહે જણાવ્યું હતું કે આ બધા વિધાયકો એનડીએના સાથી પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટીમાં જોડાશે. આ સમયે એ નોંધનીય છે કે આવતા વર્ષે મેઘાલયમાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે.

(8:50 pm IST)