Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બજેટ પૂર્વેની બેઠકનો દોર વિધિવતરીતે શરૂ

એફએસડીસીની બેઠક મળી

       નવી દિલ્હી,તા. ૨૯ : નાણામંત્રી અરુણ જેટલીએ આજે ફાઈનાન્સિલ સેક્ટર રેગ્યુલેટર સાથે અતિમહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં આર્થિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બજેટ આડે વધારે દિવસો રહ્યા નથી ત્યારે વાતચીતનો દોર શરૂ થઇ ચુક્યો છે. નાણાંકીય સ્થિતિ, વિદેશી સેક્ટરની સ્થિતિ, નાણાંકીય સેક્ટરના સુધારા, વધતી જતી એનપીએની સંપત્તિ અને રેગ્યુલેટરી મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ફાઈનાન્સિયલ સ્ટેબિલીટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ હાઇપાવર બોડી તરીકે છે જેના સભ્યોમાં આરબીઆઈના ગવર્નર, સેબીના અધ્યક્ષ, આઈઆરડીએઆઈના અધ્યક્ષ, અન્ય રેગ્યુલેટરી બોડીના વડાઓનો સમાવેશ થાય છે.

(7:51 pm IST)