Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

''નકલી બાબાઓની બીજી યાદી'' : અલ્હાબાદ ખાતે મળેલી અખાડા પરિષદની બેઠકમાં અધ્યક્ષ નરેન્દ્રગિરિ બાપુએ નકલી બાબાઓની બીજી યાદી જાહેર કરી

અલ્હાબાદ : અખિલ ભારતીય અખાડા પરિષદની આજ શુક્રવારે અલ્હાબાદ ખાતે મળેલી મીટીંગમાં નકલી બાબાઓની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં દિલ્હીના વીરેન્દ્ર દિક્ષીત કાલનેમી, બસ્તીના સચિદાનંદ સરસ્વતી તથા અલ્હાબાદની ત્રિકાલ તવંતાનું નામ સામેલ છે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં તમામ ૧૩ અખાડાઓના પ્રમુખ હાજર રહયા હતાં તથા મહંતે સંવાદદાતાઓને આપેલી માહિતીમાં આવા બનાવટી સાધુઓ કે જેઓ કોઇ પણ સંપ્રદાય કે પરંપરાના સાધુ નથી તેમનાથી સાવચેત રહેવા જનતાને અપીલ કરી હતી.

આ અગાઉ ૧૦ સપ્ટેં. ના રોજ જાહેર કરાયેલી ૧૪ બનાવટી બાબાઓની યાદીમાં આસારામ બાપુ, ગુરમીત રામ રહીમ, સુખવીન્દર કૌર ઉર્ફે રાધેમાં, સચ્ચિદાનંદ ગિરિ સહિતનાઓના નામ હતાં.

અખાડા પરિષદના બેઠકમાં માઘ મેળા તથા કુંભ મેળામાં સરકાર દ્વારા પરિષદના અધ્યક્ષની નિગેહબાની હેઠળ બનાવાયેલી કમિટી દ્વારા નજર રાખવાનું આયોજન થાય તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો હતો. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)