Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જુદા જુદા ઇન્ડેક્સની સ્થિતિ

સેંસેક્સ, નિફ્ટી, મિડકેપમાં જોરદાર રિટર્ન

        મુંબઈ, તા. ૨૯ : વર્ષ ૨૦૧૭ની શેરબજારમાં પૂર્ણાહૂતિ થઇ ગઇ છે. આવતીકાલે ૩૦મીએ શનિવાર રહેશે અને ૩૧મી જાન્યુઆરીએ રવિવાર રહેશે જેથી સેંસેક્સ ૨૦૧૭ના અંતિમ દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૦૮ પોઇન્ટના ઉછાળા સાથે ૩૪૦૫૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૨ પોઇન્ટ સુધરીને ૧૦૫૩૦ની સપાટીએ રહ્યો હતો. વર્ષ ૨૦૧૭માં નિફ્ટીમાં ૨૯ ટકાનો સુધારો થઇ ચુક્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં બીએસઈ સેંસેક્સમાં સૌથી સારુ વર્ષ રહ્યું છે. ૨૦૧૭માં ઇન્ડેક્સમાં હજુ સુધી ૨૮ ટકાનો વધારો થઇ ચુક્યો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૪૮ અને ૬૦ ટકાનો સુધારો થઇ ચુક્યો છે. સેંસેક્સ, નિફ્ટી, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં વર્ષ ૨૦૧૭માં વાર્ષિક રિટર્નની સ્થિતિ શુ રહી અને જુદા જુદા વર્ષોમાં શુ રહી તે નીચે મુજબ છે.

વર્ષ

સેંસેક્સ

મિડકેપ

સ્મોલકેપ

નિફ્ટી

૨૦૧૪

૨૯.૯

૫૪.૭

૬૯.૨

૩૧.૪

૨૦૧૫

-૫

૭.૪

૬.૮

-૪.૧

૨૦૧૬

૧.૯

૧.૮

૨૦૭

૨૭.૭

૪૮.૩

૫૯.૮

૨૮.૫

નોંધ : તમામ આંકડા વાર્ષિક રિટર્નના ટકામાં છે.

(7:44 pm IST)