Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ સમાજને તોડવાનું કામ સત્તામાં બેઠેલા નેતાઓ કરે છેઃ હાર્દિક પટેલ સાથે મહારાષ્ટ્રના મરાઠા યુવા ક્રાંતિ મોરચાની મુલાકાત

રાજકોટઃ. મહારાષ્ટ્રથી મરાઠા યુવા ક્રાંતિની ટીમ પાસના કન્વીનર હાર્દિક પટેલને અમદાવાદ ખાતે આજે મળી હતી. આ તકે તેઓએ હાર્દિક પટેલનું સન્માન કર્યુ હતું. તેમજ આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ અનામતની માગણી કરી છે. મરાઠા સમાજમા યુવકો શિક્ષિત હોવા છતા બેરોજગાર છે. ખેડૂતો મહેનત કરે છે પરંતુ તેમને પાક ઉત્પાદનના પુરતા ભાવો મળતા નથી અને અનેક ખેડૂતો આત્મહત્યા કરે છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ સમાજને તોડવાનું કામ સત્તામાં બેઠેલા નેતાઓ કરે છે. એક વર્ષ થઈ ગયુ હોવા છતાં શિવાજી મહારાજની પ્રતિમા બનાવવાનું કામ શરૂ થયુ નથી. ગુજરાતમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા બનાવવાની વાત ૨૦૦૭થી થઈ રહી છે પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયુ નથી.

(4:04 pm IST)