Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

એસબીઆઇ કર્મચારીઓને 'શોક' મનાવવા રજા આપશે

આ નિયમ મુજબ ૭ દિવસની રજા લઇ શકશેઃ તે પેઇડ લીવ હશે

નવી દિલ્હી, તા., ર૯: સરકારી બેંક સ્ટેટ ઓફ ઇન્ડીયા પોતાના કર્મચારીઓને શોક મનાવા માટે રજા આપશે એવું પ્રથમવાર બન્યું છે કે ભારતમાં પબ્લીક સેકટરની કોઇ બેંક પોતાના કર્મચારીઓને આવી રજાઓ આપશે. એસબીઆઇના નિર્ણયનો મતલબ એ છે કે જો કોઇ કર્મચારીના પરીવારના કોઇ કર્મચારીના પરીવારના કોઇ સભ્યનું મૃત્યુ થાય છે તો હવે કર્મચારી રજા લઇ શકશે આ નિયમ મુજબ ૭ દિવસની રજા લઇ શકશે અને આ પેઇડ લીવ હશે.

આ ઉપરાંત એસબીઆઇ પોતાના કર્મચારીઓને વધુ સુવિધાઓ પણ આપશે. એસબીઆઇના મેનેજીંગ ડાયરેકટર પ્રશાંત કુમારે કહયું બેંક ર૦ હજાર રૂપીયા સુધીનું માસીક પેન્શન ઉઠાવતા રીટાયર્ડ કર્મચારીઓને મેડીકલેમના પ્રીમીયમમાં ૭પ ટકાની સબસીડી પણ આપશે. ર૦ હજારથી ૩૦ હજાર સુધીના પેન્શન લેતા રીટાયર્ડ કર્મચારીઓને મેડીકલેઇમ પ્રીમીયમમાં ૬૦ ટકાની છુડ આપશે. એસબીઆઇ કર્મચારીઓના પરીવારનું મેડીકલેમ કવર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકા કરી દેવામાં આવી છે.

(4:02 pm IST)