Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

કોંગ્રેસના મોટા ગજાના નેતા-પરિવાર ઉપર હવે ઈડીની તપાસની લટકતી તલવારઃ એક કોર્પોરેટ કારોબારીએ તેમના નામ લીધા છે

મની લોન્ડરિંગના કેસમાં સંદેસરા જૂથના અગ્રણીની ઈડી દ્વારા પૂછપરછમાં કારોબારીએ તેમનું નામ લેતા તેમની વિરૂદ્ધમાં પણ તપાસની તલવાર

સંપૂર્ણ સમાચાર સેવાના હેવાલ મુજબ સંદેસરા ગ્રુપના કારોબારી સુનિલ યાદવે ઈડીને પુછપરછમાં કહ્યું છે કે, આ ગ્રુપના માલિક ચેતન સંદેસરા અને તેમના સાતી ગગન ધવને આ નેતાના જમાઈને ખૂબ જંગી રોકડ રકમ આપી હતી. યાદવે ઈડીને એમ પણ કહ્યું કે તેઓએ આ નેતાના પુત્રના ડ્રાઈવરને રોકડ રકમ આપી હતી. તેની ડિલીવરી ચેતન સંદેસરાની તરફથી કોંગી નેતાને આપવામાં આવનારી હતી. યાદવના લેખિત નિવેદનમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચેતન સંદેસરા સામાન્ય રીતે આવાસ પર જતા રહે છે. સંદેસરા દ્વારા આને હેડકવાર્ટસ ૨૩ કહે છે. યાદવે કહ્યુ છે કે જમાઈને જે ટુ અને પુત્રને જે વન તરીકે બોલાવવામાં આવે છે. યાદવ દ્વારા ઈડીને આપવામાં આવેલી નકલમાં પણ ધ્યાન આપવામાં આવ્યું છે. બીજીબાજુ ઈડીના અધિકારીઓએ હાલમાં કાંઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ અહેમદભાઈએ કહ્યુ છે કે તેઓ હાલમાં આ મામલે કોઈ ટિપ્પણી કરવા માટે ઈચ્છુક નથી. રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ આને લઈને ધ્યાન કેન્દ્રીત કરી ચૂકયા છે.

(3:48 pm IST)