Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

GST: ત્રણને બદલે માત્ર એક જ રીટર્ન ભરવું પડશે

સરકાર આપવા જઇ રહી છે વધુ રાહત

નવી દિલ્હી તા. ૨૯ : જીએસટી રેવન્યુમાં આવી રહેલો ઘટાડો અને ટેકસપેયર્સની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર હવે આ સુવિધા કરશે. જેની ટ્રેડ - ઇન્ડસ્ટ્રી શરૂઆતથી જ માંગ કરતી જોવા મળી છે. જીએસટી કાયદો અને પ્રક્રિયામાં સુધારા પર બનેલી કારોબારીઓની એડવાઇઝરી કમિટિ બાદ હવે એક અને તકનીકી સમિતિએ ભલામણ કરી છે કે, જીએસટીમાં દર મહિને જરૂરી ત્રણ રીટર્નને ભેગા કરીને માત્ર એક જ રીટર્ન ભરવાની સુવિધા આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, જીએસટી કાઉન્સીલ આવતા મહિને પોતાની બેઠકમાં આ અંગે વિચાર કરશે. જો તેને મંજૂરી મળશે તો લાખો ટેકસપેયર્સ માટે જીએસટી અનુપાલન સરળ થઇ જશે.

હાલમાં મંથલી અથવા ત્રિમાહી રિટર્ન ભરતા બધા કારોબારીઓને આઉટવર્ડ સપ્લાય અથવા સેલ્સ રિટર્ન, ઇનવર્ડ સપ્લાઇ અથવા પરચેઝ રીટર્ન અને અંતમાં એક ફાઇનલ રીટર્ન કરવું પડશે.

જોકે ડેટા મેચીંગ જેવી જરૂરીયાતો યથાવત રખાશે. આ જ મહિને નાણા અને રાજસ્વ સચિવને અંદાજે ૧૦૦ મહત્વના સુધારાવાળી પોતાની ભલામણો સોંપી ચુકેલી કારોબારીઓની છ સભ્ય સલાહકાર સમિતિના સભ્ય પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું, ત્રણની જગ્યાએ એક રીટર્ન અમારી મહત્વની ભલામણોમાંથી એક જ છે. તેનાથી વર્ષ ૩૭ની જગ્યાએ વધુમાં વધુ ૧૩ અથવા ઓછામાં ઓછા ૪ રિટર્ન ભરવાની જરૂરીયાત રહેશે. આજે દર પાંચ દિવસે એક રીટર્નની જરૂરીયાતના પગલે લોકો કમ્પાલયન્સથી ભાગી રહ્યા છે. પ્રક્રિયા સરળ રહેશે તો આવક પણ વધશે.

(4:04 pm IST)