Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

રતન ટાટાએ મુંબઈ હુમલાના ભોગ બનનાર માટે શું કર્યુ (?) તે દરેક ભારતીયએ જાણવું અને સરકારે શીખવું જરૂરી

ભોગ બનનાર કર્મચારીઓનો છેલ્લો ફુલ પગાર તેમના પરિવારજનોને જીંદગીભર અપાશે. :દુનિયાભરમાં કોઈપણ સ્થળે હોટેલમાં ભોગ બનનાર પરિવારના બાળકોના હાયર એજ્યુકેશન માટે જાય તો તેનો પણ ખર્ચ માથે લીધો. :તેમના પરિવારજનો માટે બાકીની જીંદગી પુરેપુરી મેડીકલ ફેસેલીટીની જવાબદારી. :હુમલાનો બનાવ બન્યો તે પહેલા કર્મચારીઓ લીધેલ લોન અને ઉપાડ જતો કર્યો. દરેક ભોગ બનનાર માટે અલગ અલગ કાઉન્સેલરની નિમણૂક.

મુંબઈ, તા. ૨૯ :. રતન ટાટા ઈન્ડીયન હોટેલ્સ કંપનીના ચેરમેન છે. જેની માલિકીની તાજમહલ હોટેલ-મુંબઈને ૨૬-૧૧-૨૦૦૮ના આતંકી હુમલામાં નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાથી ખળભળી ઉઠેલી દેશ-દુનિયા એ હુમલા બાદ રતન ટાટાએ ભોગ બનનાર લોકો અને પરિવારો માટે શું કર્યુ ? તે જાણવુ જરૂરી છે. આપણી સરકારે તો તે શીખવુ પણ જરૂરી છે. વાંચો... રતન ટાટાના સેવાકીય કાર્યોની ઝલક... અને સલામ મારો ટાટાને...

. તાજ હોટેલના તમામ કેડરના કર્મચારીઓ કે જેમા માત્ર એક દિવસના રોજમદારનો સમાવેશ હોય તેને પણ હુમલા બાદ હોટેલ બંધ રહી તેટલા સમય ઘેર બેઠા પગાર ચૂકવ્યો.

. ઈજા પામેલા અને મૃત્યુ પામેલાના તમામ પ્રકારની આર્થિક અને માનસિક સહાય આપી.

. રેલ્વે સ્ટેશન ઉપર મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પણ સહાય આપી એટલુ જ નહી તાજ હોટેલની આજુબાજુ પાંઉભાજી અને નાના પાન-ગલ્લા ધારકોને પણ મદદ કરવાનું ભૂલ્યા નહિં !

. જેટલા સમય હોટેલ બંધ રહી તે સમય દરમિયાન તમામ કર્મચારીઓના ઘેર મની ઓર્ડરથી પગાર પહોંચાડયો.

. હુમલાની ઘટનામાં હતપ્રભ બની હતાશામાં આવી ગયેલા લોકો માટે ટાટા ઈન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સના માધ્યમથી 'સાઈકીયાટ્રીક સેલ' ખોલી તેમા મનોરોગ વિશેજ્ઞોની ટીમ મહિનાઓ સુધી ખડેપગે રાખી. જે લોકો વિચારવાયુ અને હતાશાનો ભોગ બન્યા હોય તેને સતત સારવાર - માર્ગદર્શન આપી મનોબળ મજબુત બનાવી બહાર લાવ્યા.

. કર્મચારીઓના પરિવાર માટે એક ખાસ સેન્ટર ખોલવામાં આવ્યું. જેમા તમામ પ્રકારની મદદ જેવી કે ભોજન, પાણી, સફાઈ, પ્રાથમિક આરોગ્ય સેવા, કાઉન્સેલ ડેસ્ક પુરૂ પાડવામાં આવ્યુ જેનો ૧૬૦૦ કર્મચારીઓએ લાભ લીધો. દરેક કર્મચારીઓની દેખભાળ માટે અને તેના પ્રશ્નોના નિકાલ માટે એક-એક મેન્ટરને જવાબદારી સોંપી તમામ પ્રશ્નોનું એક જ બારીએ નિરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવી.

. રતન ટાટાએ ઈજાગ્રસ્ત અને મૃત્યુ પામનાર તમામ ૮૦ પરિવારોની મુલાકાત લઈ તેઓ તેમના કુટુંબના જવાબદાર મોભી હોવાની ધરપત આપી. કર્મચારી પરિવાર પર આધારીત વ્યકિત કે જેઓ મુંબઈ તેમના મહેમાન બનીને આવ્યા હોય તેમને ૩ વિક સુધી હોટેલ પ્રેસિડેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી માનસિક શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવ્યો.

. ટાટાએ ખુદ દરેક પરિવારોને અપીલ કરી પોતાએ શું કરવું જોઈએ ? તેના સૂચનો માંગ્યા.

. માત્ર ૨૦ દિવસના ગાળામાં નવા ટ્રસ્ટની રચના કરી અસરગ્રસ્તોના પરિવારોને અને તેમના પર નભતા લોકોને મદદ કરી.

. રેલ્વે કર્મચારી, પોલીસ કર્મચારી કે રસ્તે જતા રાહદારીઓ કે જેમને ટાટા સાથે કશી લેવા દેવા ન હતી તેમને પણ ૬ મહિના સુધી ૧૦ - ૧૦ હજારનું એલાઉન્સ આપ્યું.

. એક નાના ઠેલાવાળાની ચાર વર્ષની પૌત્રી કે જેને ચાર-ચાર ગોળીઓએ વિંધી નાખી હતી અને મુંબઈની સરકારી હોસ્પીટલમાં માત્ર એક ગોળી કાઢી શકાય હતી તેને બોમ્બે હોસ્પીટલમાં ખસેડી તેની પાછળ લાખોનો ખર્ચ ટાટા એ કરી માસુમની જીંદગી બચાવી હતી.

. સેંકડો નવી હાથલારીઓ ફેરી કરનારાઓને પુરી પાડી ભોગ બનનાર તમામ ૪૬ કર્મચારીઓના બાળકોના શિક્ષણની જીંદગીભરની જવાબદારી તેમણે લીધી.

. ટાટા માટે ઘટનાના ૩ દિવસ ખૂબ જ બિહામણા રહ્યા હતા. રતન ટાટા અને સિનીયર મેનેજરે ૩ દિવસ સુધી એક અંતિમવિધિથી બીજી અંતિમવિધિમાં હાજરી આપી હતી. દરેક અસરગ્રસ્ત પરિવારોને ૩૬ થી ૮૫ લાખ સુધીનું વળતર ચૂકવ્યું.

(3:40 pm IST)