Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ફેસબુક એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડની જરૂર નથીઃ ફેસબુકની સ્પષ્ટતા

રાજકોટ તા.૨૯: ફેસબુકની તરફથી બુધવારે નવા એકાઉન્ટ બનાવવા માટે આધાર કાર્ડ પર લખેલું નામ માંગવામાં આવી રહ્યુ હતુ. તેને લઇને યૂઝર્સ તરફથી તમામ આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી હતી, પરંતુ હવે ફેસબુકે આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે ફેસબુકના પ્રોડકટ મેનેજર તેચી હોશિનોએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, આ એક નાનકડો ટેસ્ટ હતો અને હવે પૂરો થઇ ગયો છે. તેનાથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે, ફેસબુક આધાર ડેટાને કલેકટ નથી કરી રહ્યું અને ફેસબુક યૂઝર્સે આધાર આપવાની કોઇ જરૂરત પણ નથી. જોકે તેમણએ તે પણ કહ્યુ કે, જો તમે આધાર નામ આપશો તો તમારા ફેમિલી અને ફ્રેન્ડસ સરળતાથી ઓળખી જશે. સ્પષ્ટ થઇ ગયુ છે કે ફેસબુક આધાર ડેટાની કલેકટ નથી કરી રહ્યુ અને ન તો ફેસબુક યૂઝર્સને આધાર આપવાની કોઇ જરૂર છે. આ અંગે હોશિનોેએ કહ્યું કે, ''આ ટેસ્ટનો અર્થ માત્ર એટલો હતો કે, લોકો પોતાના અસલી નામથી સાઇન અપ કરવાનું સમજી શકે, જેનાથી તેમની અસલી ઓળખ તેમના પરિવારજનો અને મિત્રોને થઇ શકે.''

તમને જણાવી દઇએ કે, બુધવારે ઘણા યૂઝર્સને સાઇન-અપ કરતા સમયે કરતી વખતે જોવા મળ્યું કે, ''સાઇન-અપ કરવા માટે ફેસબુક આધાર કાર્ડ પર લખેલું નામ માગી રહ્યું છે. ફેસબુકે હવે સ્પષ્ટ કરી દીધું છે કે, ફેસબુક આ પ્રકારનું કોઇ ફીચર નથી લાવી રહ્યું.''

ફેસબુકે સાઇન-અપ માટે પણ માત્ર યૂઝરનું નામ જ પૂછયું હતું. તે ઉપરાંત કોઇ અન્ય જાણકારી નહોંતી માગી. આ પોપએપમાં લખીને આવતું હતું કે, ફેસબુક પર આધાર કાર્ડમાં લખેલું નામ લખવાથી તમારા મિત્રો તમને સરળતાથી ઓળખી શકશે.

(3:36 pm IST)