Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ચેન્નાઇના રામગઢમાં માત્ર ૧ર કિલોના બાઇકનું નિર્માણ

રામગવઢ, તા. ર૯ : નાનકડા ગામમાં રહેતા મોહંમદ અસદુલ્લાહના પુત્ર મોહંમદ સલમાને વિશવનું સૌથી હલકું બાઇક બનાવી નવી સિદ્ધિ મેળવી છે. સલમાન રામગઢના ચિતરપુરનો રહેવાસી છે. તેની ઇચ્છા પ્રદુષણ અને ટ્રાફિકથી રાહત આપવાની છે. આ બાઇક બેટરીથી ચાલે છે. સલમાને આને પેટન્ટ માટે નોંધાવી દીધું છે. આ બાઇક ૭૦ કિલો વજન ઉઠાવી શકે છે. એક કલાક ચાર્જ કર્યા બાદ બાઇક ૬૦ કિલોમીટર ચાલી શકે છે. આ બાઇક પાર્કીંગની મુશ્કેલીમાંથી પણ રાહત આપી શકશે. બાઇક એટલું હલકું છે કે, તેને ફોલ્ડ કરીને પણ પોતાની સાથે લઇ જઇ શકાય છે. બાઇક સંપૂર્ણ રીતે ગેરલેસ છે જે સેન્સરથી ચાલે છે અને બ્રેક પણ સેન્સરથી લાગશે. સલમાન વિશ્વની નંબર એક કંપની બીએમડબલ્યુ ચેન્નાઇમાં રિસર્ચ એન્ડ ડેવલપર એન્જિનિયરના પદે કાર્યરત છે. સલમાન કહે છે કે તે જયાં પણ જાય ત્યાં તેને પ્રદૂષણ અને ટ્રાીફકની સમસ્યા દેખાતી હતી. આ બંને સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય તેના માટે હંમેશા રિસર્ચ કરતો રહેતો હતો. ઘણી મહેનત બાદ આ બાઇકનું સંશોધન કર્યું છે. આ બાઇકનું વજન ફકત ૧ર કિલોગ્રામ છે. બાઇક બનાવવામાં ર૭ હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જો આ બાઇક કંપની દ્વારા બનાવવામાં આવે તો તે માત્ર ૧૮ થી ર૦ હજાર રૂપિયામાં બની જાય. ભવિષ્યમાં તેને નેટ સાથે જોડીને લોકેશન તથા અન્ય જાણકારીઓ પણ મેળવી શકાશે. આ બાઇકને બજારમાં લાવવા માટે ઘણી કંપનીઓ સાથે વાત ચાલી રહી છે.

(3:36 pm IST)