Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

અરૂણ જેટલી પર રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદનઃ ભાજપ લાવશે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ

રાહુલ ગાંધીએ જેટલીને 'જેટ-લાઇ' કહ્યા હતા

નવી દિલ્હી તા. ૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને લઇ આવેલા નિવેદન પર સંસદમાં ઘમાસણ પૂરું થઇ ગયું છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ રાજયસભામાં નિવેદન આપ્યું હતું કે પીએમ મોદીની તેમની દેશભકિત પર પ્રશ્ન ઉઠાવાનો હેતુ નહોતો. તેના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ચુટકી લીધી હતી અને જેટલીને જેટ-લાઇ (jait-lie) કહ્યા હતા. તેના પર ભાજપ રાજયસભામાં વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવી છે, તેના પર રાજયસભાના સભાપતિ વૈકેંયા નાયડુ વિચાર કરી શકે છે.

ભાજપ નેતા ભુપેન્દ્ર યાદવ એ ગુરૂવારના રોજ રાજયસભામાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ એ નાણાંમંત્રીની મજાક ઉડાવી છે, જે તેમની ગરિમાની વિરૂદ્ઘ છે. જો કે રાહુલ લોકસભા સભ્ય છે, આથી રાજયસભાના સભાપતિને એ સ્વીકાર કરવાનો છે કે આ પ્રસ્તાવને સ્વીકારવાનો છે કે નહીં.

આ મામલામાં ભાજપને ખોટા સાબિત કરવા માટે સંસદની કાર્યવાહી ખત્મ થયા બાદ બુધવાર સાંજે રાહુલે ટ્વીટ કરી હતી. ટ્વીટમાં રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે યાદ અપાવા માટે ધન્યવાદ કે અમારા પીએમ જે કહે છે તેનો એ મતલબ નથી થતો કે પીએમ તે નથી કહેતા જે તેઓ અસલમાં સમજે છે.

સાથો સાથ આ ટ્વીટમાં તેમણે #bjplies હેશટેગની સાથે નાણાંમંત્રી અરૂણ જેટલીના નામની સાથે પણ કલાત્મક રમત રમ્યા. તેમના નામનો સ્પેલિંગ બદલતા તેને jaitlie લખ્યું. તેની સાથે જ રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણી રેલી દરમ્યાન આપેલા ભાષણ અને આજે સંસદમાં જેટલીના નિવેદનનો વીડિયો પણ શેર કર્યો.

(3:35 pm IST)