Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

પુત્રનો વિલાપઃ ભૂખમરાને કારણે તડફડીને મારી માતા મૃત્યુ પામી

ઝારખંડઃ ભૂખમરાને કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જયાં એક તરફ ઝારખંડમાં ૧૧ વર્ષની બાળકી સહિત ૩ લોકોનું ભૂખમરાને કારણે મોત નીપજયું, ત્યાં બીજી તરફ યુ.પી.ના બરેલી જિલ્લામાં ભૂખને કારણે એક મહિલાના મોતનો કિસ્સો સામે આવ્યો હતો. પરંતુ આ કેસ હજી શાંત થયો નથી, ત્યાં ઝારખંડના જ કોરતા ગામમાં કથિત રૂપે ભૂખમરાનેે કારણે અન્ય એક મહિલાનું મોત નીપજયું છે મૃત્યુ પામનાર મહિલાના પુત્ર ઉત્તમે જણાવ્યું કે ઘરમાં ખાવા માટે પૂરતી સામગ્રી જ નથી. ગત એક મહિનાથી ઘરમાં કંઈ પણ નથી. મમ્મીને અશકિત આવી ગઈ. હું ૨૯ નવેમ્બરે રેશનિંગની દુકાને ગયો હતો. તેમણે કહ્યું કે આજે અંગુઠો  લગાવી દે, રેશનિંગ માટે ૨ ડિસેમ્બરે આવજે પરંતુ મમ્મી ૧ ડિસેમ્બરે જ ભૂમરાને કારણે તડફડીને મરી ગઈ. મીડિયાના અહેવાલ અનુસાર સ્થાનિક એન.જી.ઓ.રાઈટ ટુ ફુડ કેમ્પેઈન અનુસાર રેનશિંગના મળવાને કારણે અને ૬૦૦ રૂપિયા વિધવા પેન્શન કોઈ અન્યના ખાતામાં જમા થવાને કારણે આ મહિલાનું મૃત્યુ ભૂખમરાને કારણે થયું હોવાની વાતને પાયાવિહોણી ગણાવી રહ્યું છે અને તેમ પણ કહ્યું કે વિધવા પેન્શન તેમના દ્વારા જ સંચાલિત અન્ય ખાતામાં મોકલવામાં આવતું હતું. જેમાં હજી પણ પૈસા છે.

(3:28 pm IST)