Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

રંગો સાથે રૂચિ-અરૂચિ હોય પરંતુ ઇન્દ્રધનુષ સૌને ગમેઃ પૂ. મોરારીબાપુ

મધ્ય પ્રદેશમાં આયોજીત ''માનસ રામરાજા'' શ્રીરામ કથાનો સાતમો દિવસ

રાજકોટ તા. ર૯: ''રંગો સાથે રૂચિ અરૂચિ હોય પરંતુ ઇન્દ્રધનુષ સૌને ગમે છે.'' તેમ પૂ. મોરારીબાપુએ મધ્ય પ્રદેશ ખાતે આયોજીત ''માનસ રામરાજા'' શ્રી રામકથાના સાતમાં દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે રંગોની પસંદના પસંદ વ્યકિતઓ ઉપર આધારિત હોય છે. પરંતુ કુદરતી સૌંદર્ય વાળુ મેઘધનુષ (રેઇનબો) સૌની પસંદ હોય છે. પૂ. મોરારીબાપુએ કાલે શ્રીરામકથાના છઠ્ઠા દિવસે જણાવ્યું કે, પ્રત્યેક વ્યકિતની અંદર કોઇને કોઇ વાસ્તવિકતાની સાથે, સંભાવના પણ પડી જ હોય છે. પણ જરૂર છે કોઇ બુદ્ધપુરૂષની, કોઇ કૌશિકની મારા યુવાન ભાઇ-બહેન! વાસ્તવિકતામાં રોકાઇ ન જાતા, એમાંથી સંભાવિકતા તરફ પણ આગળ વધજો. આપણે પત્થર સુધી જ રોકાઇ જઇએ છીએ, પણ એમાં રહેલી મૂર્તિની સંભાવના સુધી આપણે જતા જ નથી. જીવનમાં કયારેય નિરાશ ન થતાં, જીવનમાં ભરપુર સંભાવના રહેલી છે અને આ જ જન્મમાં હરિને પામી લેવા એ આપણો જન્મ સિદ્ધ અધિકાર છે.

શિવ વિવાહના વર્ણન સાથે, રામજન્મની વધાઇ સાથે ગઇકાલની કથાને વિરામ આપ્યો હતો. પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે રામ સૌમ્ય છે, રામ અખંડ છે. ચંદ્રમાનો તો ક્ષય-વિક્ષય પણ થાય છે, પરંતુ રામ એ ખંડ તત્વ છે. રાજાનાં લક્ષણોમાં એક અગત્યનું લક્ષણ એ છે કે, રાજા એ છે જે યોગ્ય માત્રામાં દંડ અને ક્ષમાનું નિદાન કરે. સમર્થને દંડ અને અસમર્થ પર કરૂણા એ રાજાનું લક્ષણ છે અને એક વાત હંમેશા યાદ રાખજો કે, ગુરૂ એક એવી સ્વીચ રાખે છે કે કેટલા ઉપર પંખો રાવો જરૂરી છે અને એટલે જ એક બુદ્ધપુરૂષની જીવનમાં જરૂર છે અને ભગવાન રામ રાજા એવા થયા જેને આખી સૃષ્ટિ બદલી નાંખી હતી.

(3:23 pm IST)