Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ખેડૂતોની વસ્તીમાં ૯૦ લાખ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો

૧૦ વર્ષમાં ખેડૂતોની સંખ્યા ઘટી : અહેવાલ : ચાર દશકમાં પ્રથમ વખત કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોની સંખ્યા ઘટતાં સરકાર ચિંતાતુર : કૃષિને પ્રોત્સાહનની જરૂર

નવી દિલ્હી,તા. ૨૯ : દેશમાં ખેડૂતોની વસ્તીમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ખેડૂતોની સંખ્યામાં આશરે ૯૦ લાખનો ઘટાડો થયો છે. ચાર દશકમાં પ્રથમ વખત ખેડૂતની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાતા સરકારની ચિંતા વધી ગઈ છે. વસ્તી ગણતરી સાથે સંબંધિત આંકડાઓ જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે કુલ વર્ર્કફોર્સ પૈકી સિંચાઈ સાથે સંકળાયેલા ખેડૂતોમાં ઉલ્લેખનીય ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧ બાદથી પ્રથમ વખત ખેડૂતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. રજિસ્ટ્રાર્ડ જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો પણ બદલાયો છે. ભારતની વસ્તી, સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો માટે અંતિમ આંકડા આપનાર વસ્તી ગણતરીના આ આંકડામાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે વર્કરોને ચાર ઓદ્યોગિક કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં સિંચાઈ કરનારાઓ, કૃષિ લેબર, હાઉસ હોલ્ડ ઇન્ડસ્ટ્રી વર્કરો અને અન્યોનો સમાવેશ થાય છે. સિંચાઈ કરનારાઓ બીજા સૌથી મોટા ગ્રૂપ તરીકે છે અને તેની સંખ્યા ૧૧૯ મિલિયનની આસપાસની છે પરંતુ કુલ વર્કફોર્સ પૈકી ચોથા ભાગ કરતા પણ ઓછા વર્કરોની સંખ્યા ઘટી છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ટકાવારી ઘટતાં સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા ૫૦ વર્ષમાં કુલ વસ્તી પૈકી ખેડૂતોની સંખ્યા સ્થિર રીતે ઘટી રહી છે પરંતુ આંકડાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સંખ્યા વધુ પ્રમાણમાં ઘટી છે. અગાઉના દશકોમાં કૃષિ મજૂરોમાં વધારો થયો હતો. હવે ૧૧૪ મિલિયન કૃષિ મજૂરો છે જે કુલ વર્કર વસ્તીના ૩૦ ટકાની આસપાસ છે જે ૨૦૦૧માં ૨૬.૫ ટકા હતી. કૃષિ લેબરમાં વધારો થવા માટે કેટલાક કારણો જવાબદાર છે જે પૈકી ઉત્તરોઉત્તર સમયગાળાનો જમીન જાળવતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. સિંચાઈ કરનારાઓ અને કૃષિ મજૂરો વચ્ચે કૃષિમાં ૨૬૩ મિલિયન લોકો કામ કરી રહ્યા છે જે પૈકી તમામ લોકો પૈકી અડધા છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર વારંવાર ફાળવણીમાં વધારો કરે છે. અન્ય પગલાં પણ લે છે. છતાં કૃષિ કરનાર લોકોની સંખ્યા ઘટી રહી છે. ભારત મુખ્ય રીતે કૃષિ ઉપર આધારિત દેશ છે આવા સમયમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થવાની બાબત ગંભીર ચિત્ર રજૂ કરે છે.

ખેડૂત વસ્તી ઘટી.........

*   ખેડૂતોની વસ્તીમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૯૦ લાખનો ઘટાડો થયો

*   ૨૦૦૧ની સરખામણીમાં ખેડૂતો ઘટ્યા

*   ચાર દશકમાં પ્રથમ વખત ખેડૂતોની વસ્તી સ્થિર રીતે ઘટી

*   રજિસ્ટ્રાર્ડ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા થોડાક સમય પહેલા આંકડા જારી કરવામાં આવ્યા હતા

*   અગાઉના દશકમાં કૃષિ મજૂરોની સંખ્યા ઘટી હતી

*   વર્ષ ૨૦૦૧માં ૨૬.૫ ટકાની સામે કુલ વણકર વસ્તીમાં કૃષિ લેબરોની સંખ્યા ૧૪૪ મિલિયન હતી

*   કૃષિને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર

*   સિચાઈ કરનારાઓ અને કૃષિ લેબર વચ્ચે કૃષિમાં કામ કરનાર લોકોની સંખ્યા હવે ૨૬૩ મિલિયન

*   છેલ્લા દશકમાં કૃષિમાં કામ કરતા લોકોની સંખ્યા ૩.૬ ટકા ઘટી

ભારતમાં ખેડુતોને વધુ પ્રોત્સાહનની જરૂર છે

જુદા જુદા કારણોસર ખેડુતો ઘટ્યા

                      નવી દિલ્હી,તા. ૨૯ : દેશભરમાં ખેડુતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. ખેતીના ક્ષેત્રમાંથી ખેડુતો બહાર નિકળી રહ્યા છે. જે ખરાબ સંકેત આપે છે. કેન્દ્ર અને સંબંધિત વિભાગોને વધુ સુવિધા આપવાની તાકીદની જરૂર છે. સરકાર દ્વારા ખેડુતોને પ્રોત્સાહન સતત આપવામાં આવે છે પંરંતુ વિવિધ કારણોસર ખેડુતો પણ પરેશાન રહ્યા છે. વરસાદને લઇને અનિશ્ચિતતા, ખેતી સંબંધિત ચીજવસ્તુઓની કિંમતમાં વધારો, જુદા જુદા પાક માટે સારી કિંમત નહી મળવાની બાબત અને મધ્યસ્થી અને અન્ય બાબતો આના માટે જવાબદાર છે. આ તમામ પરેશાનીમાંથી બહાર નિકળવા માટે ખેડુતોને પુરતા પ્રમાણમાં નાણાં મળે તે જરૂરી છે.ખેડુતોને સસ્તા દરે લો અને પાકને લગતા બિયા મળે તે જરૂરી છે. ખેડુતોને તેમના પાકના પુરતા નાણાં મળે તો ઉત્પાદનને હજુ પણ વધારી શકાય છે. 

(12:29 pm IST)