Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીક્ષણ સફળ

શત્રુદેશના મિસાઇલને અડધે રસ્તે ફૂંકી મારે છે આ મિસાઇલ

નવી દિલ્હી તા. ૨૯ : દુશ્મન દેશે છોડેલા બેલિસ્ટિક મિસાઇલને અડધે રસ્તે તોડી પાડતા સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ગઇ કાલે સવારે પોણાદસ વાગ્યે ઓડિશામાં કરવામાં આવેલું. પરીક્ષણ સફળ રહ્યું હતું. પરીક્ષણ માટે ચાંદીપુરની ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ટેસ્ટ-રેન્જ પરથી છોડવામાં આવેલા પૃથ્વી મિસાઇલની સામે નજીકના વ્હીલર આઇલેન્ડ પરથી સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડવામાં આવ્યું હતું. પૃથ્વીના વાતાવરણના ૩૦ કિલોમીટરના અંતરે આગંતુક મિસાઇલને તોડી પાડવામાં આવ્યું હતું.

સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું આ ત્રીજું પરીક્ષણ છે. અગાઉ ૨૦૧૭ની ૧૧ ફેબ્રુઆરીએ અને પહેલી માર્ચે આ મિસાઇલ - સિસ્ટમના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ પરીક્ષણ સાથે ભારત મિસાઇલની સામે ઇન્ટરસેપ્ટર મિસાઇલની ટેકનોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ ટેકનોલોજી ધરાવતા અન્ય ત્રણ દેશો અમેરિકા, રશિયા અને ઇઝરાયલ છે. આ મિસાઇલ સિસ્ટમને ફિલ્મ 'સ્ટાર વોર્સ'માં સામસામે ટકરાતી મિસાઇલ - સિસ્ટમ્સની સાથે સરખાવવામાં આવે છે.

(12:27 pm IST)