Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સરકાર ૨૦૧૮માં બેન્કિંગ સુધારા આગળ ધપાવશે

નવી દિલ્હી તા.૯: ધિરાણ વૃદ્ધિદર પચીસ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે અને વધારવા અને બેન્કોને નોન-પર્ફોર્મિગ એસેટ્સ (NPA) કટોકટીમાંથી બહાર લાવવા સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોને મૂડી પૂરી પાડવા ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા આગળ ધપાવશે.

ઓકટોબરમાંથી સરકારે જાહેર કર્યુ હતું કે તે ઊંચી NPA ધરાવતી જાહેર ક્ષેત્રની બેન્કોને બે વર્ષના ગાળામાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાની મૂડી પૂરી પાડશે. બેન્કોની NPA માર્ચ ૨૦૧૫ના ૨.૭૫ કરોડથી વધીને જૂન ૨૦૧૭માં અઢી ગણી વધીને ૭.૩૩ લાખ કરોડ થઇ છે.

૨.૧૧ લાખ કરોડના પેકેજમાંથી ૧.૩૫ લાખ કરોડ રીકેપિટલાઇઝેશન બોન્ડ્સ દ્વારા બેન્કોને પૂરા પાડવામાં આવશે. નાણામંત્રાલય ટૂંક સમયમાં રીકેપિટલાઇઝેશન બોન્ડ્સની શરતો નક્કી કરશે અને રકમ વર્તમાન નાણાકીય વર્ષમાં પૂરી પાડવામાં આવશે.

રીકેપિટલાઇઝેશન સાથે સુધારાનો એજન્ડા અગ્રક્રમે છે. ઘણા બધા સુધારા કરવામાં આવશે, જેથી સાચા કર્જદારોને સહન ન કરવું પડે અને તેમને વિનાઅવરોધ આવશ્યકતા અનુસાર ધિરાણ મળી રહે એમ ફાઇનેન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે કહ્યું હતું.

ખાસ ધ્યાન માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ પર આપવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

જાહેર ક્ષેત્રની બેન્કોના એકીકરણ માટેની દરખાસ્તો ચકાસવા નાણાપ્રધાન અરૂમ જેટલીની અધ્યક્ષતા હેઠળ ગયા મહિને સમિતિની રચના કરવામાં આવી હતી જે કિલયર કરાયેલી દરખાસ્તો વિશે દર ત્રણ મહિને કેબિનેટને અહેવાલ સુપરત કરશે.

પેનલ પરના અન્ય મેમ્બરોમાં રેલ્વે અને કોલસમાં મંત્રાલય પ્રધાન પીયૂષ ગોયલ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામનનો સમાવેશ છે.

જાણીજોઇને ચુકવણીમાં નિષ્ફળ ગયેલા પ્રમોટરોને તેમની કંપની પુનઃ પ્રાપ્ત કરતા અટકાવવા માટે સરકારે એક વટહુકમ ગયા મહિને બહાર પાડ્યો હતો. આ વટહુકમ પર હજી સંસદમાં ચર્ચા થવાની બાકી છે. આ વટહુકમ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડનો દુરૂપયોગ અટકાવવા માટે બહાર પાડવામાં આવ્યો છે.

૨૦૧૭માં પાંચ સંગલ્ન બેન્કો અને ભારતીય મહિલા બેન્કના મર્જર સાથે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વિશ્વની ૫૦ ટોચની બેન્કોમાંની એક બની છે.(૧.૨)   

(11:29 am IST)