Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

આ ટ્રાફીક - પોલીસવાળો છે કે ડાન્સિંગ કોપ ?

કંટાળાજનક કામને આ રીતે મનોરંજક બનાવી શકાય

ઇન્દોર તા. ર૯ : રસ્તા પર આવતી-જાતી ગાડીઓની વચ્ચે ઠંડી, તડકો અને વરસાદ સહન કરીને ટ્રાફીક મેનેજ કરવાનું કામ ઘણું જ કંટાળાજનક હોય છે, પણ જો કામની લગન હોય તો કંટાળાજનક કામને પણ મનોરંજક બનાવ શકાય છેઅને એ ઇન્દોરના એક ટ્રાફીક-પોલીસે સિધ્ધ કરી બતાવ્યું છે. બ્રિટિશ સિંગર ફ્રેડી કમર્યુરી જેવી મુછ અને માઇકલ જેકસનની ડાન્સ-સ્ટાઇલથી ટ્રાફીક મેનેજ કરતા બોલીવૃડથી પ્રેરિત ઇન્દોરના ૩૮ વર્ષના ટ્રાફિક-પોલીસ રણજિતસિંહની આ વાત છે. ઇન્દોરના જંકશન પર તે ડયુટી કરતો હોય ત્યારે માઇકલ જેકસન જેવો ડાન્સ કરીને ટ્રાફીક નિયમન કરેછે. ફેસબુક પર તેના વિડીયોને પ૦,૦૦૦ જણ ફોલો કરે છ.ે હવે તેના સાથી પોલીસવાળા પણ રણજિતસિંહ જેવા મુનવોકના સ્ટેપ્સ શીખવા માંડયા છ.ે ઇન્દોરમાં ફિલ્મના પ્રમોશન માટે જતા ફિલ્મી કલાકારો પણ રણજિતસિંહની મુલાકાત લેવાનું ચુકતા નથી. ગયા વર્ષે ઓકટોબરમાં બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા એક ટોક-શોમાં પણ તેને આમંત્રીત કરવામાં આવ્યો હતો. તે કહે છે મારી આ વિશેષ રીતને કારણે અકસ્માતની સંખ્યા ઘણી ઘટી ગઇ છે.

 

(10:00 am IST)