Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જીએસટીમાં ક્રેડિટ લેવા માટે ટ્રાન્સ- ૧ની લિમિટ છેલ્લે- છેલ્લે વધારી

સ્ટોક પર એકસાઈઝ ક્રેડિટ લેવા ટ્રાન્સ-૧ની અંતિમ તા. ૨૭ ડીસે. હતી : છેલ્લા દિવસે સાંજે ૭ કલાકે આ એન્ટ્રીઓ કરવાની સુવિધા ૧૦ હજાર સુધી કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૯ :. જીએસટીના કાયદા મુજબ જીએસટીઆર ટ્રાન્સ-૧ ભરવા માટે ૨૭ ડીસેમ્બર અંતિમ તારીખ હતી. જે વેપારીઓને ૩૦ જૂન સુધીમાં સ્ટોક હોત તેના પર એકસાઈઝનો પુરાવો ફોર્મ ટેબલ ૭એમાં એચએસએન નંબર પ્રમાણે વિગતો આપવાની છે. મોટી કંપનીઓને એચએસએન નંબર મુજબ વિગતો આપવામાં મુશ્કેલી આવતી હતી. ટ્રાન્સ-૧માં રાત્રીના ૭ વાગ્યા સુધી લિમીટેડ એન્ટ્રીઓ કરવા દેતા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સાંજે ૭ કલાકે આ એન્ટ્રીઓ કરવાની સુવિધા ૧૦ હજાર સુધી કરવામાં આવી, ત્યારે વેપારી આ સુવિધાનો લાભ લેવો અસંભવ થઈ ગયો હતો. બરોડા ટેકસબારના પ્રવકતા મુકેશ શર્માએ આ પ્રમાણે જણાવ્યુ હતું.

મુકેશ શર્માના જણાવ્યા મુજબ જીએસટીના કાયદા ૧૪૦(૧) મુજબ ૩૦ જૂન સુધીના માલના સ્ટોક પર ચુકવેલા વેટ તેમજ એકસાઈઝ વેરા અને ૩૦ જૂનના પુરા થતા સમયનું વેટના કાયદા હેઠળનું પત્રકમાં ક્રેડિટ જમા હોય તો ૨૭ ડિટેમ્બર સુધીમાં ટ્રાન્સ-૧ ભરવાથી ક્રેડિટ મળે છે. કેન્દ્રીય કાયદા મુજબના સી ફોર્મ, એક ફોર્મ અને આઈ ફોર્મની વિગતો જમા કરવાની હતી. ટ્રાન્સ-૧માં આ તમામ ફોર્મની વિગતો એન્ટ્રી કરવાની હતી. કોમ્પ્યુટરમાં સરળતાથી કામ કરતુ એકસલને સપોર્ટ કરતું ન હોવાથી દરેક એન્ટ્રીઓ સ્વતંત્ર રીતે કરવી પડતી હતી, જ્યારે આવા ફોર્મની સંખ્યા હજાર ઉપર થાય તો ભૂલ પડવાની સંભાવના રહે છે. આ કામ ૨૭ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું હતું.

જીએસટીના કાયદામાં ઓગષ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનાના જીએસટીઆર-૧ (વેચાણની વિગતો), ૩૧ ડીસેમ્બર સુધી ભરવાનુ છે. આજે અંતિમ દિવસોમાં જીએસટીના કાયદાની વેબસાઈટમાં જીએસટીઆર-૧ સબમિટ કરવા દે છે, પણ ફાઈલ થતું નથી. વેપારી પાસે ફોર્મ સબમિટ કરવાના પુરાવા હોતા નથી. જો કોઈ વેપારીએ સુધારો કરવો હોય તો શકય બનતો નથી.

ભૂતકાળમાં પુરાવા ન હોવાને કારણે ઘણા વેપારીઓએ દંડ ભર્યો છે. જીએસટીની સાઈટ પર વેપારીની ડિજીટલ સિગ્નેચર પણ કામ કરતી નથી.(૨-૩)

(9:40 am IST)