Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

Jioથી પણ સસ્તો પ્લાન લાવી idea, 42GB ડેટા સાથે મળશે આ ઓફર્સ

મુંબઇ તા. ૨૯ : Jioને ટક્કર આપવા માટે Ideaએ પોતાનો નવો પ્લાન રજૂ કર્યો છે. હવે આઈડિયા ૩૦૯ રૂપિયાના રિચાર્જ પર રોજનું 1.5GB ડેટા આપશે. આ ઉપરાંત તેમાં યુઝરને રોજના અનલિમિડેટ લોકલ અને એસટીડી કોલની સુવિધા પણ મળશે. આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે પ્લાનમાં રોમિંગમાં પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. આવી રીતે તમને ૩૦૯ રિચાર્જ પર ૪૨ જીબી ડેટા મળશે. આ પ્લાન Ideaએ રિલાયન્સ Jioના Happy New Year પ્લાનને લોન્ચ કર્યા બાદ રજૂ કર્યો છે.

તમને જણાવી દઈએ કે Ideaને અનલિમિટેડ કોલની એક સીમા છે. યુઝર એક દિવસમાં વધારેથી વધારે ૨૫૦ મિનિટ મફતમાં વાત કરી શકે છે અને એક અઠવાડિયામાં ૧૦૦૦ મિનિટ સુધી મફત વાત કરી શકે છે. જો યુઝર નિર્ધારિત સમયથી વધારે વાત કરે છે તો દરેક કોલ માટે ૧ પૈસા પ્રતિ સેકન્ડના દરે પૈસા ચૂકવવા પડશે. આ ઉપરાંત રોજના ૧૦૦ એસએમએસ પણ મફત મળશે. લીમિટ ખતમ થયા બાદ પ્રત્યેક એસએમએસ માટે ૧ રૂપિાયનો ચાર્જ આપવો પડશે.

JioHappy New Year ઓફર અંતર્ગત ૧૯૯ અને ૨૯૯ના બે પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ બંને પ્લાનમાં યુઝરને અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા મળી રહી છે. જિયોના ૧૯૯ના પ્લાનમાં યુઝરને રોજનું હાઈસ્પીડ ૧.૨ જીબી ડેટા મળી રએાો છે. તો રોજના ડેટાની લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટ ચાલશે તો ખરૃં પણ તેની સ્પીડ 64kbpsની થઈ જશે. આ પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. Jioના ૨૯૯ના પ્લાનમાં પણ અનલિમિટેડ ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા મળી રહી છે. જેમાં રોજનું 2GB હાઈસ્પીડ ઈન્ટરનેટ મળી રહ્યું છે. તેની વેલિડિટી પણ ૨૮ દિવસની છે.

(9:39 am IST)