Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

પતિએ જ પ્રેમી સાથે પત્નીના કરાવ્યા લગ્ન

દેવદાસ જેવી આ વાર્તા હાજીપુર જિલ્લાના એક ગામની છે

નવી દિલ્હી તા. ૨૯ : પત્નીનું અફેયર કોઈની સાથે ચાલી રહ્યું હતું અને તેણે કહ્યું કે તે પ્રેમી વગર જીવી નહીં શકે. તો પતિએ સમાજ સામે પત્નીની પસંદ એટલે કે તેના પ્રેમી સાથે તેના લગ્ન કરાવ્યા. આ જોઈને લોકો ચોંકી ગયા અને લગ્ન બાદ મહિલા બાળકોને લઈને પ્રેમી પાસે જતી રહી.

દેવદાસ જેવી આ વાર્તા હાજીપુર જિલ્લાના એક ગામ છે જયાં મંગળવારે લોકોની ભીડ આ લગ્નમાં હાજર રહી હતી. મહિલાને તેનો પ્રમી અનેક વખત મળવા આવતો હતો. સોમવારે તે જયારે પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો ત્યારે ગામના લોકોએ બંનેને ઝડપી લીધા અને કામ પર ગયેલા તેના પતિને બોલાવ્યો.

ત્યાર બાદ ગામમાં પંચાયત બોલાવવામાં આવી. પંચાયત અને મહિલાના પતિની સામે પ્રેમી અને મહિલાએ કહ્યું કે અમે એકબીજા વગર જીવતા નહીં રહી શકીએ. આ સમયે મહિલાના પતિએ કહ્યું કે તે જેની સાથે રહેવા માંગે છે રહે તે બાળકોને પણ સાથે લઈ જાય.

ત્યાર બાદ પતિની મરજીથી ગામમાં આવેલા સૂર્ય મંદિરમાં બંને પ્રેમીઓના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્નમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે આગળના દિવસે કોર્ટ મેરેજ પણ કરવામાં આવ્યા હતા.

(9:39 am IST)