Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

લોન્ચ પહેલા જ શો-રૂમમાં દેખાઇ રોયલ એનફિલ્ડ થન્ડરબર્ડ 350X

શાનદાર ફીલ માટે અપાયો રેટ્રો લુકઃ એકસ શોરૂમ કિં. ૧.૪૮ લાખ

નવી દિલ્હી તા. ૨૯ : રોયલ એનફિલ્ડની થન્ડરબર્ડ રેન્જની બાઈકસ ખૂબ જ પોપ્યુલર છે અને ખૂબ જ ઝડપથી વેચાઈ રહી છે. ૨૦૧૮માં આ મોટરસાઈકલ્સના લાઈનઅપમાં મેજર અપગ્રેડ જોવા મળી શકે છે. આ બાઈકની સ્પાઈ ઈમેજ પહેલા જ સામે આવી ગઈ છે. હવે તેને એક ડિલરશિપમાં સ્પોટ કરવામાં આવી છે.

Thunderbird 500Xના આ સ્પેશિયલ એડિશનમાં કોસ્મેટિક અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે. આના લેટેસ્ટ સ્પાઈ શોટ્સથી સ્પષ્ટ છે કે, તેને ભારતમાં આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે.

નવી X સીરીઝ થન્ડરબર્ડ મોટરસાઈલ્સમાં નવી કલર સ્કીમ્સ, બ્લેક એન્જિન અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. યંગસ્ટર્સને ધ્યાનમાં રાખી આ બાઈકના નવા મોડલને કંપનીએ રેટ્રો ટચ આપ્યો છે.

ડીલરશિપ પર સ્પોટ થયેલી ઈમેજમાં Royal Enfield Thunderbird 350Xમાં સફેદ ફયૂલ ટેન્ક, કાળા રંગની ફ્રેમ અને સસ્પેન્શન દેખાઈ રહ્યાં છે. એન્જિનને પણ બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ બાઈકને એક અન્ય રેડ શેડમાં પણ ઓફર કરવામાં આવી છે. આની સાથે જ આ બાઈક ભૂરા અને પીળા રંગમાં પણ અવેલેબલ રહેશે.

ચેન્જિસની વાત કરીએ તો Royal Enfield Thunderbird 350Xમાં નવું અને નાનું હેન્ડલબાર, LED DRLsથી સજ્જ કાળા રંગના હેડલેમ્પ્સ છે. નવી ટેલલાઈટમાં LED યુનિટ કન્ટિન્યૂ રાખવામાં આવ્યું છે. બેક રેસ્ટ મિસિંગ છે અને સ્પ્લિટ સીટોને સિંગલ સીટમાં ફેરવવામાં આવી છે. ઈન્સ્ટ્રૂમેન્ટ કન્સોલને બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે. આના ૯ સ્પોક વ્બેક એલોય વ્હીલ્સ ક્રૂઝર લૂકને વધુ સોલિડ બનાવે છે. તેમાં ટ્યૂબલેસ ટાયર્સ પણ આપવામાં આવ્યા છે.

આ બાઈકમાં ૩૫૦ સીસી સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન જાળવી રાખવામાં આવશે. આ ૫૨૫૦ RPM પર ૧૯.૮ Bhpનો પાવર અને ૨૮ ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ૫ સ્પીડ ગિયરબોકસથી સજજ કરવામાં આવ્યું છે. સસ્પેન્શન માટે તેમાં ટેલિસ્કોપિક ફોકર્સ અપ ફ્રન્ટ અને ડ્યૂઅલ શોક એબ્ઝોર્બર્સ પાછળ આપવામાં આવ્યા છે. બ્રેકિંગ માટે ફ્રન્ટ અને રિયર ડેસ્ક બ્રેક સેટઅપ આપવામાં આવ્યા છે.

નવી દિલ્હીમાં સ્ટાન્ડર્ડ રોયલ એનફિલ્ડ થન્ડરબર્ડની એકસ શોરૂમ કિંમત ૧.૪૮ લાખ રૂપિયા છે. આવામાં અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, સ્ટાન્ડર્ડ મોડલની કિંમત ૧૦થી ૧૫ હજાર રૂપિયા વધારે હશે. જાન્યુઆરી ૨૦૧૮થી તેનું વેચાણ શરૂ થાય તેવી આશા છે.(૨૧.૮)

(9:23 am IST)