Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ITના અધિકારીઓની થર્ટી ફર્સ્ટની મજા બગડીઃ શનિ - રવિની રજા રદ

હજુ એસેસમેન્ટના ૧પ ટકા કેસ પેન્ડીંગ હોઇ પ્રિન્સિપલ સીસીઆઇટી ગુજરાતનો નિર્ણય

મુંબઇ તા.ર૯ : રજા રદ કરી દેવામાં આવતા આવકવેરા અધિકારીઓ રવિવાર હોવા છતાં થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન કરી શકશે નહી. ગુજરા રાજયના પ્રિન્સિપલ સીસીઆઇટીએ એક પરિપત્ર જારી કરીને અધિકારીઓને એસેસમેન્ટની કામગીરી ૩૧મીને રવિવારની મોડીરાત્રી સુધીમાં પુર્ણ કરવા આદેશ કર્યા છે. જેથી અધિકારીઓએ રવિવારે ૩૧ ડિસેમ્બરે કચેરીએ હાજર રહી એસેસમેન્ટના ઓર્ડર પુર્ણ કરવા પડશે.

ચાલુ વર્ષે એસેસમેન્ટની કામગીરી પુર્ણ કરવાની અંતિમ સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર ર૦૧૭ નક્કી કરાઇ હતી. સુરતમાં અંદાજીત ૭૦૦૦ કેસ એસેસમેન્ટમાં ખુલ્યા હતા. જેની પર પાછલા બે મહિનાથી હીયરીંગની કામગીરી ચાલી રહી હતી તેમ છતાં હજુ સુધી ૧પ ટકા કેસ પેન્ડીંગ છે. જો કે આ કેસમાં હિયરીંગ થઇ ચુકયા છે. માત્ર ઓર્ડર જ કરવાના બાકી છે. આવી જ સ્થિતિ ગુજરાતના તમામ કમિશ્નરેટ છે. તેથી ગુજરાતના પ્રિન્સિપલ સીસીઆઇટી બી.એસ.અનંત દ્વારા આજે મોડી સાંજે વિભાગીય પરિપત્ર જારી કરાયો હતો. એસેસમેન્ટની કામગીરી પુર્ણ કરવા મુદત ૩૧ ડિસેમ્બર છે. જયારે શનિવાર તા.૩૦ ડિસેમ્બર અને રવિવાર તા.૩૧ ડિસેમ્બરે શનિ-રવિની રજા છે.

(8:33 pm IST)