Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચાર વર્ષ પહેલાં બનેલી ઘટના માટે નિવૃત્ત કર્મચારી સામે તપાસ શરૂ કરી શકાતી નથી: કર્ણાટક સિવિલ સર્વિસ રૂલ્સ મુજબ હાઈકોર્ટનું અવલોકન

બેંગ્લુરુ : કર્ણાટક હાઈકોર્ટે અવલોકન કર્યું કે કર્ણાટક સિવિલ સર્વિસ રૂલ્સના નિયમ 214 (2) (b) (ii) મુજબ, ચાર વર્ષ પહેલાં બનેલી ઘટનાના સંદર્ભમાં નિવૃત્ત વ્યક્તિ સામે કોઈ તપાસ શરૂ કરી શકાતી નથી.

જસ્ટિસ એસ.જી. પંડિતની સિંગલ જજની બેન્ચે કર્ણાટક હાઉસિંગ બોર્ડના ભૂતપૂર્વ કર્મચારીઓ અનિલ કુમાર અને ટી. મલ્લાન્નાની અરજીને મંજૂરી આપી હતી અને ચાર્જ મેમો તેમજ તપાસ અધિકારીની નિમણૂકને રદ કરી હતી.

ખંડપીઠે નોંધ્યું હતું કે અરજદારો અનુક્રમે 30.06.2018 અને 31.08.2020 ના રોજ નિવૃત્તિની ઉંમરે નિવૃત્ત થયા હતા. અરજદારોની નિવૃત્તિ પછી તા. 21.06.2022નો ચાર્જ મેમો જારી કરવામાં આવ્યો હતો. આ આરોપ વર્ષ 2006માં બનેલી ઘટના સામે છે.

ઉપરોક્ત નિયમ કે જે KHB ના કર્મચારીઓને લાગુ પડે છે તે નિવૃત્ત કર્મચારીના સંબંધમાં 4 વર્ષ અગાઉ બનેલી ઘટનાના સંદર્ભમાં તપાસ શરૂ કરવાની મંજૂરી આપશે નહીં." તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)