Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દેશમાં એપ્રિલ ૨૦૨૦ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

એકટીવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો : ૨૪ કલાકમાં ૨૧૫ નવા કેસ

નવી દિલ્હી તા. ૨૯ : કોરોના સંક્રમણને લઈને આજે દેશમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, એપ્રિલ ૨૦૨૦ પછી, આજે સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૨૧૫ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું. આ સિવાય દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૪,૯૮૨ થઈ ગઈ છે. રોગચાળાની શરૃઆતથી અત્યાર સુધીમાં કુલ ૫,૩૦,૬૧૫ લોકોના મોત થયા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસ હવે કુલ ચેપના માત્ર ૦.૦૧ ટકા છે, જયારે રિકવરી રેટ વધીને ૯૮.૮૦ ટકા થઈ ગયો છે. ૨૪ કલાકના ગાળામાં સક્રિય કેસોમાં ૧૪૧નો ઘટાડો નોંધાયો છે. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૩૬,૪૭૧ થઈ ગઈ છે, જયારે મૃત્યુ દર ૧.૧૯ ટકા નોંધાયો છે.

કેન્દ્ર સરકારે કોરોના રસીકરણને કારણે થયેલા કથિત મૃત્યુ અંગે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું કે તેને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ રસીની કોઈપણ પ્રતિકૂળ અસર માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

પાડોશી દેશ ચીનમાં દરરોજ ૪૦,૦૦૦ કેસ નોંધાતા હોવાથી ભારતમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ પર આંદામાન-નિકાબોર ટાપુ અથવા લદ્દાખના લેહના પોર્ટ બ્લેયરની મુસાફરી કરનારાઓએ ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.(

(4:05 pm IST)