Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કાલે પણ વરસાદ વિલન બનશે તો ન્યુઝીલેન્ડ સિરિઝ ઉપર કબ્જો જમાવી લેશે

૬૦ ટકા વરસાદની શકયતા, પિચ ફાસ્ટ બોલરોને મદદરૂપ બનશે, પ્રથમ બેટીંગ કરનાર ટીમને ફાયદો, સવારે ૭ થી લાઇવ

નવી દિલ્હીઃ  આવતી કાલે બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની છેલ્લી મેચ રમાશે. ભારત શ્રેણીમીં-૦-૧થી પાછળ છે. અને શ્રેણીને બરોબરી પર સમાપ્ત કરવા માટે, ધવનની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાને કોઇપણ કિંમતે જીતની જરૂર છે. ક્રાઇસ્ટ ચર્ચ (હેગલી ઓવલ ક્રાઇસ્ટચર્ચ) માં  યોજાનારી આ મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે.

શ્રેણીની પ્રથમ વનડે યજમાન ટીમે જીતી હતી. જેમા ભારતીય બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતંુ. બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. યજમાન ટીમ ૧-૦થી આગળ છે અને ત્રીજી મેચ રદ્દ થઇ જાય તો પણ સિરિઝ પર કબજો જમાવી લેશે.

બીજી તરફ હવામાન વિભાગે મેચના દિવસે અહીં વરસાદની સંભાવના વ્યકત કરી છે. આ મેચ સવારે ૭ વાગ્યે શરૂ થશે. ૬૦ ટકા વરસાદની સંભાવના છે. જો વરસાદ આવશે તો સિરીઝ પર ન્યુઝીલેન્ડની ટીમ કબજો કરી લેશે. ત્રીજી વનડેમાં ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળી શકે છે. મેચ દરમ્યાન હેગલી ઓવલ ખાતે જોરદાર પવનની અપેક્ષા છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરને પીચ અને હવામાનથી ઘણી મદદ મળશે આવી સ્થિતિમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરીને વિપક્ષી ટીમ પર દબાણ બનાવવુંખૂબ જ યોગ્ય નિર્ણય માનવામાં આવશે.

(1:27 pm IST)