Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દેશભરમાં Jio સેવાઓ બંધ કોલિંગ અને મેસેજિંગમાં સમસ્‍યા

સોમવાર રાતથી જિયોની સેવાઓ બંધ છેઃ યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ પણ કરી રહ્યા છેઃ જો કે, વપરાશકર્તાઓ મોબાઇલ ઇન્‍ટરનેટનો ઉપયોગ કરી શકયા

નવી દિલ્‍હી, તા.૨૯: દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્‍સ જિયોની સેવાઓ મંગળવારે ઠપ્‍પ થઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર યુઝર્સને કોલિંગથી લઈને મેસેજિંગ સુધીની સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે સોમવાર રાતથી જિયોની સેવાઓ બંધ છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ પણ કરી રહ્યા છે. જો કે, વપરાશકર્તાઓ મોબાઇલ ઇન્‍ટરનેટનો ઉપયોગ કરવા સક્ષમ છે.

તમને જણાવી દઈએ કે ઘણા થ્‍શં યુઝર્સ કોલ કરી શકતા નથી કે રિસીવ કરી શકતા નથી તેમજ SMS નો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ ઘણા યુઝર્સ કોલ કરી શકતા હોય છે. આ પહેલા પણ Jioની સેવાઓ અટકી ગઈ હતી, જેમાં યુઝર્સની કોલિંગ અને SMS સેવાઓ ત્રણ કલાક સુધી પ્રભાવિત થઈ હતી. જો કે, તે પછી પણ વપરાશકર્તાઓ મોબાઇલ ડેટા સેવાનો ઉપયોગ કરી શકતા હતા.

વાસ્‍તવમાં આજે સવારથી જ યુઝર્સને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્‍વિટર પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ થ્‍શંની સર્વિસને લઈને મીમ્‍સ પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે મીમ્‍સ સાથે લખ્‍યું, #Jiodown ની સ્‍થિતિ જ્‍યારે તમારી પાસે Jio Fiber, Jio SIM અને Jio મોબાઈલ હોય અને નેટવર્ક ડાઉન હોય.

બીજી તરફ, અન્‍ય યુઝરે લખ્‍યું કે સવારથી તેના મોબાઈલ પર VoLTE સિગ્નલ દેખાતું નથી અને તે કોલ કરી શકતો નથી. આવી સ્‍થિતિમાં તમે ૫ઞ્‍ની સારી સેવા કેવી રીતે પ્રદાન કરશો જ્‍યારે માત્ર સામાન્‍ય કૉલ્‍સમાં જ સમસ્‍યા છે.

(11:39 am IST)