Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દિલ્‍હી સહિત અનેક રાજ્‍યોમાં NIAના દરોડા : આતંકવાદીઓ, ગુંડાઓ અને ડ્રગ સ્‍મગલરો વચ્‍ચેની સાંઠગાંઠનો પર્દાફાશ

ટેરર ફંડિંગ સામે લાલઆંખ

નવી દિલ્‍હી તા. ૨૯ : નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA) એ ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્‍હી સહિત અનેક રાજયોમાં દરોડા પાડ્‍યા હતા. ફત્‍ખ્‍ મંગળવારે સવારે દિલ્‍હી, પંજાબ, રાજસ્‍થાન, હરિયાણા અને યુપીમાં ગેંગસ્‍ટરના ઠેકાણાઓનો પર્દાફાશ કરવા માટે અનેક સ્‍થળોએ દરોડા પાડ્‍યા

ભારતમાં અને વિદેશમાં સ્‍થિત આતંકવાદીઓ, ગેંગસ્‍ટરો અને ડ્રગ સ્‍મગલરો વચ્‍ચેની વધતી જતી સાંઠગાંઠનો પર્દાફાશ કરવાના હેતુથી, NIAએ દિલ્‍હી સહિત ચાર રાજયોના છથી વધુ જિલ્લાઓમાં દરોડા પાડ્‍યા હતા. NIA દ્વારા ગેંગસ્‍ટરો સાથે જોડાયેલા રહેણાંક અને અન્‍ય જગ્‍યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

દરોડા લોરેન્‍સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્‍ડી બ્રાર સાથે સંકળાયેલી ગેંગની સાંઠગાંઠ પર કેન્‍દ્રિત હતા. તે પહેલાથી જ એન્‍ટી ટેરર   એજન્‍સીના નિશાના પર છે. NIA દ્વારા અનેક ગેંગસ્‍ટરોની પૂછપરછ બાદ દરોડાની યોજના ઘડવામાં આવી હતી.

ઓક્‍ટોબરમાં NIAએ દિલ્‍હી સહિત ઉત્તર ભારતના ચાર રાજયોમાં ૫૨ સ્‍થળો પર દરોડા પાડ્‍યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં એક વકીલ અને હરિયાણાના એક ગેંગસ્‍ટરની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા વકીલની ઓળખ ઉત્તર પૂર્વ દિલ્‍હીના ઉસ્‍માનપુર વિસ્‍તારના ગૌતમ વિહારના રહેવાસી આસિફ ખાન તરીકે થઈ છે. એજન્‍સીના અધિકારીઓએ તેમના નિવાસસ્‍થાન પર તલાશી દરમિયાન તેમના ઘરમાંથી ચાર હથિયારો અને કેટલીક પિસ્‍તોલ અને દારૂગોળો મળી આવ્‍યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

NIAએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે આસિફ જેલમાં બંધ ગેંગસ્‍ટરોના સંપર્કમાં હતો. NIAએ બાસૌડી, સોનીપત (હરિયાણા)ના રહેવાસી રાજેશ ઉર્ફે રાજુ મોતાની પણ ધરપકડ કરી હતી. NIAના જણાવ્‍યા અનુસાર, મોતા વિરૂદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.

(11:39 am IST)