Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ભાજપની મુસ્‍લિમ નેતાએ ભગવાન શ્રીરામને ગણાવ્‍યા પૈગમ્‍બર

ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્‍થાપિત કરવા સહિત નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાને કારણે ચર્ચામાં આવેલી બીજેપી નેતા રૂબી આસિફ ખાને ફરી એકવાર વિચિત્ર નિવેદન આપ્‍યું

અલીગઢ,તા. ૨૯ : ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્‍થાપિત કરવા સહિત નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાને કારણે ચર્ચામાં આવેલી બીજેપી નેતા રૂબી આસિફ ખાને ફરી એકવાર વિચિત્ર નિવેદન આપ્‍યું છે. રૂબીએ કહ્યું છે કે મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથના પ્રબુદ્ધ સંમેલનથી હિન્‍દુ-મુસ્‍લિમ એકતા મજબૂત થઈ છે. તે જાહેર સભામાં ભાગ લેવા ઘણા મુસ્‍લિમો ગયા હતા. તેમણે કહ્યું કે હવે મુસ્‍લિમ સમુદાયના લોકો સમજી રહ્યા છે કે ભગવાન શ્રી રામ આપણા પયગંબર હતા. રૂબીએ કહ્યું કે સનાતન ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે.

રૂબીએ કહ્યું કે સીએમ યોગી આદિત્‍યનાથના આગમન સાથે, મુસ્‍લિમ સમુદાયના લોકોએ પ્રબુદ્ધ સંમેલનમાં જય શ્રી રામના નારા લગાવ્‍યા. જય શ્રી રામની ગુંજ સાંભળીને તે પણ ખુશ છે. રૂબીએ કહ્યું હતું કે હિંદુ-મુસ્‍લિમ એકતાનો જે દાખલો બેસાડવામાં આવ્‍યો છે, તે આજે મુસ્‍લિમ સમાજના લોકો સમજી રહ્યા છે. રૂબી આસિફ ખાને કહ્યું કે સનાતન ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે તમામ ભેદભાવ દૂર કર્યા છે.

રૂબીએ કહ્યું કે વિરોધ પક્ષોએ જાણવું જોઈએ કે મુસ્‍લિમ સમુદાય જાગી ગયો છે. આ સમાજને ખબર પડી ગઈ છે કે ભાજપ જ તેમનું રક્ષણ કરી શકે છે. રૂબીએ ગણેશ ચતુર્થી પર ગણેશની મૂર્તિ સ્‍થાપિત કરી હતી અને નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખ્‍યો હતો. તે પછી તેમને જીવતા સળગાવી દેવાની ધમકી પણ મળી હતી.

(10:32 am IST)