Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

‘ગેસલાઇટિંગ' ૨૦૨૨માં સૌથી વધુ સર્ચ કરાયેલો શબ્‍દો

વેબસાઇટ્‍સ પર શબ્‍દોના અર્થ શોધવાના પ્રમાણમાં ચાલુ વર્ષે ૧૭૪૦ ટકાનો અભૂતપૂર્વ વધારો નોંધાયો

ન્‍યુયોર્ક,તા. ૨૯ : મોબાઇલ અને લેપટોપના આ યુગમાં પણ ડિક્‍શનેરીની ઉપયોગિતતા એટલી જ જળવાઇ રહી છે અને ઉતરોતર ડિક્‍શનેરીનો વપરાશ કરનારા લોકોની સંખ્‍યામાં સતત વધારો થઇ રહ્યો છે. મેરિયમ વેબસ્‍ટર દ્વારા દર વર્ષે સૌથી વધુ સર્ચ થનારા વર્ડ ઓફ ધ યર શબ્‍દની કરતી જાહેરાત અંતર્ગત વર્ષ ૨૦૨૨ના વર્ષ માટે ‘ગેસલાઇટિંગ' શબ્‍દની પસંદગી કરાઇ છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં મેરિયબ વેબસ્‍ટરની વેબસાઇટ પર શબ્‍દોના અર્થ શોધવાના પ્રમાણમાં ચાલુ વર્ષે ૧૭૪૦ ટકાનો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે.

મેરિયમ-વેબસ્‍ટરના સંપાદક પીટર સોકોલોવસ્‍કીએ અનાવરણ અગાઉ એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે ગેસલાઇટિંગ એક એવો શબ્‍દ છે. જે અંગ્રેજી ભાષામાં અને ખાસ કરીને છેલ્લા ચાર વર્ષમાં ખૂબ જ ઝડપથી લોકજીભે ચઢયો છે. જે મારા માટે અને આપણામાંથી ઘણા લોકો માટે આヘર્યજનક છે. તેમણે કહ્યું, ‘આ એક એવો શબ્‍દ છે જેને વર્ષ દરમિયાન દરરોજ વારંવાર સર્ચ કરવામાં આવ્‍યો હતો. સોકોલોવસ્‍કીએ જણાવ્‍યું હતું કે, ૨૦૨૨ના તમામ ટોચના ૫૦ શબ્‍દોમાં ગેસલાઇટિંગ સૌથી ટોચ પર રહેવા પામ્‍યો હતો.'

ગેસલાઇટિંગનો અર્થ કોઇ વ્‍યકિતના મનોવૈજ્ઞાનિક ઉત્‍પીડત કે શોષણ સાથે સંકળાયેલો છે. કોઇ વ્‍યકિતનું એ હદે માનસિક શોષણ કરવામાં આવે કે જેથી તે સ્‍વયં પોતાના અસ્‍તિત્‍વ, વિચારોની યોગ્‍યતા અંગે શંકા કરવા લાગે આમ કરવાને લીધે પીડિત વ્‍યકિતના આત્‍મવિશ્વાસમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને તે પોતાનું શોષણ કરનાર વ્‍યકિત પર નિર્ભર બની જાય છે. ગેસલાઇટિંગનો ઉપયોગ રાજનેતાઓ ઉપરાંત અપરાધીઓ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેટ સ્‍ટ્રેટેજી હેઠળ કંપનીઓ પણ આવી મનોવૈજ્ઞાનિક શોષણની યુકિતની અજમાવતી હોય છે. જો કે ગેસલાઇટિંગનો ઉપયોગ વ્‍યકિતગત સંબંધોમાં સૌથી વધુ થતો હોવાનું જોવા મળે છે.

આશરે ૮૦ વર્ષ અગાઉ ૧૯૩૮ના પેટ્રિક હેમિલ્‍ટનના એક નાટક ‘ગેસ લાઇટ' દ્વારા સૌપ્રથમમાં આવ્‍યો હતો. આ પછી આ શબ્‍દ પર હોલિવુડમાં ઘણી ફિલ્‍મો પણ બની હતી. ગયા વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલ શબ્‍દમાં વેકિસન ટોચના ક્રમે હતો. (૨૨.૫)

ચાલુ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્‍દો ગેસ લાઇટિંગ સિવાયના મેરિયબ વેબસ્‍ટર દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના પાંચ શબ્‍દોમાંની યાદીમાં :

ઓલિગાર્ક : યુક્રેન પર રશિયાના હુમલાને પગલે સૌથી વધુ સર્ચ કરાયેલ શબ્‍દ

ઓમિક્રોન : કોરોના વાયરસને એક વેરિયન્‍ટ, અને ગ્રીસ મૂળાક્ષરનો ૫મો અક્ષર

કોડીફાઇ :ગર્ભપાતના અધિકારને સંધિય કાયદામાં પરિવર્તિત કરવા સાથે  સંકળાયેલા શબ્‍દ

ક્‍વિન કન્‍સર્ટઃ ઇંગ્‍લેન્‍ડના મહારાજા કિંગ ચાર્લ્‍સની પત્‍ની કેમિલા

               રેડ અમેરિકાનાઃ પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના માર-એ-લોગો સ્‍થિત ઘરની તપાસ

(10:41 am IST)