Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં :શહેરીજનો એક ઝલક મેળવવા એરપોર્ટ રોડ પર ઉમટ્યા: પીએમ મોદીએ અભિવાદન ઝીલ્યું  

એરપોર્ટથી સભાસ્થળ રેસકોર્ષ સુધીના માર્ગ પર રાજકોટીયનો પીએમ મોદીની ઝલક મેળવવા પહોંચ્યા

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે વડપ્રધાન મોદીએ આજે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, ગુજરાતમાં આજે અન્ય સભા સંબોધી રાત્રે રાજકોટ ખાતે નરેન્દ્રભાઈ આવી પહોંચ્યા હતા, નરેન્દ્રભાઈ રાજકોટ આવતા તેઓની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા, રાજકોટમાં રોડ શો વગર પીએમ મોદીની ઝલક મેળવવા શહેરીજનો એરપોર્ટ માર્ગ પર પહોંચ્યા હતા, એરપોર્ટથી સભા સ્થળે પહોંચતા રોડના બંને માર્ગ પર લોકો ઉમટી પડ્યા હતા પીએમ મોદીએ હાથ હલાવી રાજકોટીયનોનું અભિવાદન ઝીલ્યું હતું તે વેળાની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

 

(11:13 pm IST)