Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું :કહ્યું કે ભાજપ મારી છબી ખરાબ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે

રાહુલે કહ્યું - ભાજપે મારી એક અલગ ઈમેજ બનાવી છે. તે લોકો માને છે કે તે ઈમેજ મારા માટે હાનિકારક છે, પરંતુ તે મારા માટે ફાયદાકારક છે. કારણ કે સત્ય મારી સાથે છે

નવી દિલ્હી : કોંગ્રેસના [પૂર્વ અધ્યક્ષ  રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ મારી છબી ખરાબ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ભાજપે મારી એક અલગ ઈમેજ બનાવી છે. તે લોકો માને છે કે તે ઈમેજ મારા માટે હાનિકારક છે, પરંતુ તે મારા માટે ફાયદાકારક છે. કારણ કે સત્ય મારી સાથે છે. મારા પર વ્યક્તિગત હુમલો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું.

 

(9:45 pm IST)