Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પલકારા માર્યા વગર ૧ કલાક સુધી સૂરજને ખુલ્લી આંખોથી જોઈને બનાવ્યો અનોખો રેકોર્ડ

મથુરામાં એક સેવાનિવૃત્ત્। સેલ્સ ટેકસના અધિકારીએ આંખોના પલકારા માર્યા વગર એક કલાક સુધી સૂરજને જોયોઃ સેવાનિવૃત્ત્। અધિકારીએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે

મથુરા,તા.૨૯: ઉત્ત્।ર પ્રદેશના મથુરામાં એક સેવાનિવૃત્ત્। સેલ્સ ટેકસના ડેપ્યુટી કમિશનરે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડમાં ડેપ્યુટી કમિશનરે એક કલાક સુધી આંખના પલકારા માર્યા વગર સૂરજને જોયો હતો. ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશનની ટીમ અને સરકારી ડોકટરોની એક ટીમની હાજરીમાં ડેપ્યુટી કમિશનરે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ બનાવ્યા બાદ હવે તેઓ પોતાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે કાર્યવાહી કરી રહ્યા છે.

મથુરામાં ડેપ્યુટી કમિશનર સેલ્સ ટેકસના પદેથી સેવાનિવૃત્ત્। થયા હતા. ૭૦ વર્ષીય એમએસ વર્માએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એક કલાક સુધી સૂરજને જોયા બાદ પણ ૭૦ વર્ષીય વર્માની આંખો સામાન્ય છે. તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયુ નથી. એક કલાક સુધી સૂરજને જોવા દરમિયાન ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશનની ટીમ અને સરકારી ડોકટરોની એક ટીમ પણ હાજર રહી હતી. સાથે જ સાહિત્યકાર અને રાજકીય લોકોએ પણ આ તકને લઈને વર્માને શુભેચ્છાઓ પાઠવી હતી.

સામાન્ય રીતે ૭૦ વર્ષની ઉંમરે આંખોની રોશની ઓછી થવા લાગે છે. અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જતી હોય છે. ત્યારે ૭૦ વર્ષની ઉંમરે આ રેકોર્ડ બનાવનારા એમએસ વર્માનું કહેવું છે કે, તેઓ છેલ્લાં ૨૫ વર્ષથી પોતાના ગુરૂની પ્રેરણા અને આજ્ઞાથી આ કાર્ય કરી રહ્યા છે. સૌથી પહેલાં તેઓએ દિવો સળગાવીને તેની જવાળા સાથે નજર મિલાવવાનું શરૂ કર્યુ હતું. પછી ગુરૂના આશીર્વાદથી સૂરજને સામાન્ય આંખોથી કંઈ પણ લગાવ્યા વગર જોવાનો અભ્યાસ કર્યો. આજે તેઓ એક કલાક જ નહીં અનેક કલાકો સુધી આંખોના પલકારા માર્યા વગર ટગરટગર સૂરજને જોઈ શકે છે. એક કલાક બાદ ત્યાં હાજર ટીમે તેમને રોકયા હતા. નહીં તો આ ક્રિયા આગળ ચાલ્યા કરતી.

એમએસ વર્માએ જણાવ્યું કે, નેશનલ બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે લોકો પ્રેરણા આપી રહ્યાં છે. તેમણે ચેલેન્જ આપી હતી કે, વિશ્વમાં કોઈ પણ તેમને કયારેય કોઈ પણ જગ્યાએ આ મુકાબલો કરવા માટે કહી શકે છે. તેઓએ આ ક્રિયાને યોગની તાંત્રિક ક્રિયા સાથે સંબંધ રાખતા યોગી રાજ કૃષ્ણની કૃપા જણાવી હતી અને કહ્યું કે, હવે તેઓ મથુરાનું નામ વિશ્વમાં રોશન કરશે. એક કલાક સુધી સૂરજને આંખોના પલકારા માર્યા વગર જોવાનો રેકોર્ડ એમએમસ વર્માએ બનાવ્યો છે, પંરતુ આ પહેલાં ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રદીપ બેલગાવીએ સૂર્યને આંખોના પલકારા માર્યા વગર ૧૦ મિનિટ સુધી જોવાનો રેકોર્ડ બનાવ્યા હતો.

(10:00 am IST)