Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

છ વર્ષના બાળકે ઉકળતા દૂધમાં પાઇપથી ફૂંક મારી : જોરથી શ્વાસ લેતા દૂધ મોઢામાં જતા શ્વાસ રુંધાયો અને મોતને ભેટ્યો

મધ્ય પ્રદેશમાં 6 વર્ષના બાળકને માતાની નકલ કરવી મોઘી પડી: ચેતવણીરૂપ કિસ્સો

મધ્ય પ્રદેશમાં 6 વર્ષના એક બાળકને માતાની નકલ કરવી મોઘી પડી છે. માતા ઉકળતા દૂધમાં પાઇપ વડે ફૂંક મારી હતી, જેથી તે બાળક જોઈ જતા તેણે પણ ઊકળતા દૂધમાં પાઈપ વડે ફૂંક મારી હતી. બાાળકના મોઢામાં દૂધ જતા બાળકનું શ્વાસ રુંધાયું હતું. જેથી તેને સારવાર માટે તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રવિવારે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.

ઇંડોરના લસૂડિયા પોલીસે જણાવ્યા મુજબ, ઘટના 2 નવેમ્બરના રોજ સાંજે ફિનિક્સ ટાઉનશીપની છે. બાળકના પિતા રામજી પ્રસાદે જણાવ્યુ હતું કે તેઓ કામ પર ગયા હતા. ઘરમાં પત્ની રંજુ દેવી, 6 વર્ષનો પુત્ર સંજીવકુમાર અને અઢી વર્ષની દીકરી સ્વીટી હતી. તે દિવસે સાંજે પત્ની રસોઈ કરવા મારે કિચનમાં ગઈ હતી. તેણે દૂધ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું હતું અને બાદમાં તે કોઈક અન્ય કામમાં વ્યસ્ત બની હતી.

આ દરમિયાન પુત્ર સંજીવની નજર ગેસ પર મૂકેલા દૂધ પર પડી હતી. તે ધીમે ધીમે ગેસ સુધી પહોંચ્યો હતો. તપેલીમાં દૂધ ઉકાળી રહ્યું હતું, આ દરમિયાન ત્યાં નજીક પડેલી પ્લાસ્ટિકની પાઇપ વડે સંજીવે ઉકળતા દૂધમાં ફૂંક મારી હતી. બાદમાં બાળકે જોરથી શ્વાસ લેતા પાઈપમાં રહેલું ગરમ દૂધ બાળકના મોઢામાં જતું રહ્યું હતું. જે કારણે બાળક મોઢાના અંદરના ભાગમાં દાઝી ગયો હતો.

ત્યારબાદ સંજીવને સારવાર માટે અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું છે. પોલીસે શનિવારે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. પિતા રામજી પ્રસાદે કહ્યું હતું કે સંજીવ ઘણી વખત તેની માતેને ઉકળતા દૂધમાં ફૂંક મારતાજોતો હતો. જેથી તેણે પણ એવું જ કરવાનો પ્રયાસ કર્યો. ઉકળતા દૂધમાં ફૂંક માર્યા બાદ તેણે જોરથી શ્વાસ લીધા હતા. આ કારણે ગરમ દૂધ તેની શ્વાસ નળીમાં જતું રહ્યું હતું અને તે મોતને ભેટ્યો હતો.

(12:00 am IST)